વડોદરા,તા.૨૯

શહેરની મધ્યમાં આવેલ ન્યાંયમંદિર ની ઐતિહાસિક ઇમારતની ૧૨૬ મી વર્ષગાંઠ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામા ભાગરૂપે આવતીકાલે મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં વિધાર્થીઓએ આ ઐતિહાસિક ઇમારતનું પેઇન્ટીંગ બનાવશે. કલાક્ષેત્રે સંકળાયેલ વિધાર્થીઓએ આવતીકાલેે સવારનાં આંઠ થી બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં આ ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતનું લાઇવ પેઇન્ટીંગ બનાવશે. આ લાઇવ પેઇન્ટીંગમાં ૭૫ થી વધુ વિધાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે વડોદરાનાં મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહેશે.અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતના વિધાર્થીઓએ બનાવેલ પેઇન્ટીંગ આગામી ૧ અને ૨જાન્યુઆરી ના રોજ સવારનાં ૧૦ થી સાંજનાં ૫ સુધી કિર્તીમંદિર ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.