ગાંધીનગર, વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે ગાંધીનગર સહિત રાજ્યની છ જિલ્લાની મેડિકલ કોલેજમાં ટીબીના સાજા થયેલા દર્દીઓને યોગની તાલીમ આપવામાં આવી હતી. રાજયમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે ટીબીની બિમારીમાંથી સાજા થયેલા દર્દીઓને રાજ્યની છ મેડિકલ કોલેજમાં યોગની તાલીમ અપાઈ રહી છે. તેમાં એક બેચમાં ૧૦થી ૨૦ દર્દીનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત યોગામાં પસંદગી કરતાં અગાઉ તેમનો ટેસ્ટ કરવામાં આવશે. જાે તેમાં તે દર્દી યોગ્ય જણાશે તો જ તેની યોગાની તાલીમ માટે પસંદગી કરાશે.ટીબીને દેશમાંથી દેશવટો આપવા કેન્દ્ર સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે દર્દીની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો થાય તે માટે ટીબીની બિમારીથી સાજા થયેલા દર્દીઓને યોગા અને પ્રાણાયામની નિયમિત કસરત કરવાની તાલીમ અપાશે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગાંધીનગર સહિત રાજ્યની ૬ મેડિકલ કોલેજમાં પ્રાથમિક તબક્કે આ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. તેમાં હાલમાં દરેક કોલેજાેમાં ટીબીની બિમારીમાંથી મુક્ત થયેલા દર્દીઓને યોગાની તાલીમ અપાશે. ટીબીના દર્દીઓને ૨૧ દિવસની તાલીમ આપ્યા બાદ તેઓના પુનઃ ટેસ્ટ કરાશે. ત્યારબાદ દર્દીઓ દ્વારા નિયમિત ઘરે યોગા કરે તે અંગે સમજણ અપાશે. ટીબીના દર્દીઓને યોગાની તાલીમ માટે પસંદગીની કામગીરી દરેક જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી દ્વારા કરવામાં આવશે. ટીબીની બિમારીમાંથી મુક્ત થયેલા દર્દીઓને યોગાની તાલીમ આપવા અભિયાન શરૂ કરાયુ છે. તેમાં જે દર્દીઓને એનેમિયા, હૃદયરોગ, સગર્ભા, કિડની કે લીવરની તકલીફવાળા, કેન્સર કે કોરોનાના દર્દીઓને બાકાત રાખવામાં આવશે. ટીબીમાંથી મુક્ત થયેલા દર્દીઓને યોગાની તાલીમ આપતા પહેલાં તેઓના ટેસ્ટ કરાયા હતા. છ મિનિટ ચક્કર લગાવાયા હતા, ઓક્સિજન લેવલ ચેક કરી ફેફસા કેટલા વર્ક કરે છે? તેનો ટેસ્ટ પણ કરાયો હતો.