શ્રીનગર-

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ટૉક મોહલ્લા સ્થિત જમ્મુ કાશ્મીર બેન્ક પાસે આતંકીઓએ બેન્કની કેશ વાનમાંથી રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ અનુસાર લૂંટવામાં આવેલી રકમ 70-80 લાખ રૂપિયા સુધીની છે. બેન્કના અધિકારીઓ દ્વારા રકમની પૃષ્ટી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યુ કે કેટલાક અજાણ્યા બંદૂકધારી શખ્સોએ શોપિયાંના ટૉક મોહલ્લામાં સ્થિત જમ્મુ કાશ્મીર બેન્કની મુખ્ય શાખામાંથી નીકળેલી કેશ વાન પર અચાનક હુમલો કર્યો હતો. બંદૂકની નોક પર આતંકવાદીઓએ વાનમાં રાખેલી તમામ રકમ કાઢી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. પોલીસે જણાવ્યુ કે ઘટનામાં આશરે ચાર આતંકીઓ સામેલ હતા. વાનમાં 70-80 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે. જાેકે, બેન્ક અધિકારીઓએ હજુ સુધી તેની ઓફિશિયલ પૃષ્ટી કરી નથી. આ ઘટના પછી પોલીસ અને સેનાના જવાન તુરંત ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને તેમણે આસપાસના વિસ્તારમાં આતંકીઓને શોધવાની તપાસ હાથ ધરી હતી.

બડગામમાં પોલીસ કર્મીની હત્યા

બડગામમાં એક ગુમ થયેલા પોલીસ કર્મીનો શબ ઝાડ પર લટકેલો મળ્યો હતો, તેના બન્ને હાથ પણ બાંધેલા હતા. પોલીસે હત્યા અને અપહરણનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર પોલીસમાં આઇઆરપીની ૨૧મી વાહિનીનો એક કોન્સ્ટેબલ મોહમ્મદ અશરફ બુધવારની રાત્રે અચાનક ગાયબ થઇ ગયો હતો. તે બડગામ જિલ્લાના અરચંદ્રહામા, માગામનો રહેવાસી હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉત્તરી કાશ્મીરના પરિહાસપોરા પટ્ટનમાં તૈનાત હતા, તેના ગાયબ થતા જ કેટલીક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, તેનો ફોન પણ સ્વિચ ઓફ હતો.