ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા સ્થિત ગ્રામિણ બેંક દ્વારા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારના લોકોને પજવતા હોવાની બાબત પ્રકાશમાં આવે છે. ફરી એક વખત ગ્રામીણ બેંકનો બેદરકારી અને મેનેજરની ગેરહાજરીના લીધે ગામડાના ખેડુતોને સમય તથા રૂપિયાનો વ્યય કરી ધરમધક્કા ખાવા પડ્યા છે. ગ્રામિણ બેંકમાં ગ્રામ્ય વિસ્તારના ખેડુતોના પાક ધીરાણ સહિતની કામગીરી હાથ ધરાતી હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ખેડુતો અરજદારો પોત-પોતાનુ પાક ધીરાણ અંગેનું કામ પુણઁ કરવા અહિ આવે છે પરંતુ અહિ મેનેજર ગેરહાજર હોવાથી ખેડૂતોના કેમ ટલ્લે ચડે છે. જેથી ખેડુતોને સવારથી સાંજ સુધી અહિ બેસી રહેવુ પડે છે.સમય અને ગ્રામ્ય વિસ્તાર માથી આવવા-જવાનો ખચઁ પણ માથે પડે છે ત્યારે મેનેજર ગેરહાજર હોવાની અને ગ્રામિણ બેંકમાં અરજદારોને ધક્કા ખવડાવવાની બાબત વારંવાર ઘટના ઉદભવતા ખેડુતો દ્વારા આજે ગ્રામિણ બેંક ખાતે મેનેજરની ગેરહાજરીના લીધે હોબાળો મચાવ્યો હતો. જે બાદ બેંકના અન્ય સ્ટાફને મેનેજરના ગેરહાજરી બાબતે પુછતા તેઓએ જણાવેલ કે મેનેજર રજા પર છે પરંતુ તે જ કમઁચારીને મિડીયા હોવાની જાણ થતા જ પોતાની વાત પરથી ગુલાંટી મારી હતી.મેનેજર રીકવરીમાં ગયા હોવાની વાત કરી હતી. ગ્રામ્ય વિસ્તારના અરજદારોને બેંકના મેનેજરની ગેરહાજરીથી તેઓના સામાન્ય કામ માટે પણ રાહ જાેઇને બેસી રહેવુ પડે છે. જેથી અરજદારો દ્વારા હોબાળો મચાવ્યો હતો. જાેકે થોડા સમય બાદ અન્ય સ્ટાફને કમઁચારીઓ દ્વારા અરજદારોને શાંત પાડી તેઓનું કામ કરવાની ખાત્રી આપતા મામલો શાંત થયો હતો.