દિલ્હી-

કેન્દ્રએ મંગળવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે 'નેટફ્લિક્સ' અને 'એમેઝોન પ્રાઈમ' જેવા ઓટીટી પ્લેટફોર્મ નિયંત્રિત કરવા 'કેટલાક પગલાં' લેવાનું વિચારી રહ્યું છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એસ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની ખંડપીઠે ઓટોટીના નિયમન માટે કરેલી અરજી પર કેન્દ્રને છ સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.

આ અગાઉ એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને કહ્યું હતું કે કેન્દ્ર ઓટીટી પ્લેટફોર્મ પર નિયમન માટે કેટલાક પગલા લેવાનું વિચારી રહ્યું છે. સીજેઆઈ જૈન પાસેથી સરકારના આ પગલાઓ શું હશે તે જાણવા માગે છે અને છ અઠવાડિયામાં અરજી પર જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 15 ઓક્ટોબરે કેન્દ્ર સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારતના ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશનને નોટિસ પાઠવી હતી.

એડવોકેટ શશાંક શેખર ઝા અને અપૂર્વ અરહરીયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વિવિધ ઓટીટી / સ્ટ્રીમિંગ અને ડિજિટલ મીડિયા ફોરમ્સ પરની સામગ્રીનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે યોગ્ય બોર્ડ / સંસ્થા / એસોસિએશનની પણ માંગ કરવામાં આવી છે.