કાંગરા, તા. ૧૩

૨૦૦૧ માં, બોલિવૂડની ફિલ્મ નાયકમાં એક પત્રકારને એક દિવસ માટે મુખ્યમંત્રીની ખુરશી આપવામાં આવી હતી. તે રીલ લાઇફનો સીન હતો, પરંતુ કાંગરામાં આવું જ એક વાસ્તવિક જીવંત દૃશ્ય જોવા મળ્યું છે. એસ.ડી.એમ. કંગરા જતીનલાલે ઓફિસના પટાવાળાની પુત્રીને એક દિવસની એસ.ડી.એમ. બનાવી હતી. આ છોકરીએ દસમાની પરીક્ષામાં ૯૪ ટકા મેળવ્યા અને મેરિટમાં ૩૪ મો ક્રમ મેળવ્યો છે. ૧૪ વર્ષની હિના ઠાકુર સવારે ૧૧ વાગ્યાથી એસડીએમ કાંગરાના અધ્યક્ષ સ્થાને બેઠી હતી અને હવે તેણે દિવસની કામગીરી સંભાળી હતી. હિના સાથે એસ.ડી.એમ. જતીન હાજર રહ્યા. હીના એસડીએમના માર્ગદર્શન હેઠળ કાર્યાલયની મીટિંગો લીધી હતી. તે જ સમયે, સમસ્યાઓ માટે સંપર્ક કરી રહેલા લોકો એસડીએમના માર્ગદર્શન હેઠળ તેને હલ કરી રહ્યા છે. હિના ઠાકુર કહે છે કે આ તેના માટે સ્વપ્ન સમાન છે અને તે ખૂબ ખુશ છે. એસડીએમ સાહેબે મને સપનું બતાવ્યું છે, હું તેને પૂર્ણ કરીશ. હીનાએ કહ્યું કે તે નાનપણથી આઈએએસ અધિકારી બનવા માગે છે. હીના ગુરુદત એંગ્લો વૈદિક શાળામાં ભણે છે અને તે મૂળ શિમલા જિલ્લાની છે. પિતા અહીં કામ કરે છે અને ભાડે રહે છે. એસડીએમ જતીનલાલે જણાવ્યું કે મને ઓફિસના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીએ દસમા ધોરણમાં ૯૪% ગુણ મેળવ્યા છે, તેથી મને લાગ્યું કે તેનું સન્માન થવું જોઈએ. તેની કારકીર્દિ વિશે પણ માર્ગદર્શન આપું. જ્યારે છોકરીને સન્માન કરવા માટે ઓફિસ બોલાવી, ત્યારે તેણે કહ્યું કે તે આઈએએસ બનવા માગે છે. પછી મેં વિચાર્યું કે હીનાને એક દિવસ માટે એસ.ડી.એમ.ની ખુરશી પર બેસાડું તો તે છોકરીઓને પ્રોત્સાહનરૂપ કહેવાશે. અને છોકરીઓ છોકરાઓથી જરાયે કમ નથી એવો દાખલો બેસાડી શકાશે. ફક્ત આ વિચારને લીધે હીનાને એક દિવસ માટે એસડીએમ બનાવવામાં આવી જેથી વધુ લોકો પણ તેનાથી પ્રેરણા લઈ શકે. એસડીએમએ જણાવ્યું હતું કે હીના દરેક વસ્તુ સંભાળી રહી છે અને તેઓ ફક્ત તેણીને માર્ગદર્શન આપી રહ્યા છે.