દિલ્હી-

કોરોનાના સંક્રમણ વચ્ચે વધુ એક રાજ્યે ગુજરાતની મદદ માંગી છે.ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને આ માટે એક પત્ર લખ્યો છે. સોરોને કહ્યુ છે કે, કોરના મહામારીના સંકટમાં મેં ગુજરાતની સીએમ રુપાણીને વિનંતી કરી છે કે, ગુજરાતમાંથી ઝારખંડને લિકવિડ ઓક્સિજન મેડિકલ ટેન્કસ, સિલિન્ડર અને વેપોરાઈઝરની ડિલિવરી ઉત્પાદકો તરફથી સમયસર મળે.કારણકે અમારી પાસે માંગ કરતા વધારે ઓક્સિજન તો છે પણ ઓક્સિજન પહોંચાડવા માટેના સાધનોની અછત છે. આ તમામ સાધનો માટે ગુજરાતમાં ઉત્પાદન માટે ઓર્ડર અપાયા છે તે પેન્ડિંગ છે.સંકટના આ સમયમાં બધા રાજ્યો સાથે મળીને કામ કરશે તો તે વધારે સારુ હશે, ખાસ કરીને અમને સમયસર અમારી ડિલિવરી મળે તે માટે ગુજરાતના સીએમ ઉત્પાદકોને ટકોર કરે. તેમણે કહ્યુ હતુ કે,ઝારખંડની હોસ્પિટલોને તેના કારણે સમયસર ઓક્સિજન આપવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુપીને ગુજરાત દ્વારા રેમડેસિવિર ઈન્જેકશન મોકલવામાં આવ્યા હતા અને હવે બિહારને પણ આ ઈન્જેક્શન ગુજરાતમાંથી આપવાનો નિર્ણય લેવાયો છે.