વડોદરા-

સમગ્ર  વિશ્વ  પર્યાવરણ  દિવસ  ની  ઉજવણી  કરી રહ્યા  છે પર્યાવરણ  ની સાચવણી  ના અભાવે  પ્રદુષણ  ની  સમસ્યા પર  ૧૯૭૨  માં  સ્વિડેન માં  મળેલ પર્યાવરણ  વિશ્વ સંમેલન  માં  સમગ્ર  વિશ્વ  ના ૧૧૯ દેશો  એ ભાગ લઇ  ચિંતા  વ્યક્ત  કરી  હતી  અને  સંમેલન માં ૫  જૂને  વિશ્વ  પર્યાવરણ  ની ઉજવણી  કરવાના  નિર્ણય  સાથે વૃક્ષો  ને  વાવી તેના  જતન  કરી  ઉછેર નું મહત્વ  વિશ્વને  સમજાયું  હતું.

વર્તમાન  સ્થતિ માં  પર્યાવરણ  ની  જાણવણી  માટે  વડોદરા  ના  સાવલી  તાલુકા  ના  ટુંડાવ. ગામે આવેલ ઈન્ડો  એમાઇન્સ કંપની  અનોખી  રીતે  છેલ્લા  ત્રણ  વર્ષો  થી વર્ષના  ૩૬૫  દિવસો  પર્યાવરણ  ના જતન  માટે  વૃક્ષો  નું  વાવેતર કરે  છે  અને આ  અભિયાન  માટે  ઈન્ડો  એમાઇન્સ  કંપની  ના ગુજરાત સ્થતિ  ટુંડાવ સહીત  અને મહારાષ્ટ્ર ના  ડોમ્બીવલી પ્લાન્ટના  ૮૫૦ કર્મચારીઓ  ને  પર્યાવરણ  ના જતન  માટે  વૃક્ષ  વાવવાના  અભિયાન  સાથે સીધા  જોડ્યા  છે  ઈન્ડો એમાઇન્સ  કંપની  પર્યાવરણ ને  સાચવવા  અનોખો  કોન્સેપ્ટ હાથ  ધર્યો  છે ઈન્ડો  એમાઇન્સ  કંપની  ના  ડાયરેક્ટરો  વિજય પાલકર  અને  રાહુલ  પાલકર ને  વિચાર  આવ્યો  કે  પર્યાવરણ  ને પ્રદુષિત   થી  બચાવવા વૃક્ષો  નું  વાવેતર  મહત્વપૂર્ણ  છે તેમણે  કંપની  ના  તમામ ૮૫૦  કર્મચારીઓ  ના  જન્મદિવસ  સાથે  વૃક્ષ  વાવેતર  ના  અભિયાન  ને જોડી  દીધું  ઈન્ડો  એમાઇન્સ  કંપની ના  ગુજરાત  અને  મહારાષ્ટ્ર પ્લાન્ટ  ના  દરેક  કર્મચારી  ને  તેમના  જન્મ  દિવસે કંપની  ધ્વરા  જન્મ  દિવસ  ની  સુભેચ્છા  સાથે  બે વૃક્ષો ભેટ  આપવાનું  નક્કી કરવામાં  આવ્યું  અને  દરેક  કર્મચારી ને  જન્મદિવસે  છેલ્લા ત્રણ  વર્ષો  થી  બે વૃક્ષો ભેટ  આપવામાં  આવે  છે  કર્મચારી  એક  વૃક્ષ  કંપની  ના  પરિસર માં  વાવે  છે  અને બીજું  વૃક્ષ  તેમના  ઘર  પાસે  વાવે  છે , આમ ઈન્ડો  એમાઇન્સ  કંપની  ના  ૮૫૦  ઓ  માંથી પાંચ  થી  વધુ  કર્મચારીઓ  નો  જન્મ  દિવસ  વર્ષ  ના  કોઈક ને  કોઈક  દિવસ  ચાલતો  હોઈ  છે  અને  આમ  કંપની  ધ્વરા  વર્ષ  ના  ૩૬૫  દિવસ  વૃક્ષો  નું  વાવેતર કરી  પર્યાવરણ  નું  જતન કરી  રહી  છે

ગુજરાત  ના વડોદરા જિલ્લા  ના સાવલી તાલુકા ન ટુંડાવ ગામે  આવેલ  ઈન્ડો એમાઇન્સ કંપની ના  વર્કિંગ  ડાયરેક્ટર કેયુર  ચિત્રે એ  જણાવ્યું  કે  હાલ  દેશ  કોવીડ  ૧૯  ના  સંકંટ નો  સામનો  કરી રહ્યો  છે  પર્યાવરણ  દિવસ  ને  લઇ  કોઈ કાર્યક્રમ નું  આયોજન  કરવામાં  આવ્યું નથી પરંતુ  સ્થાનિક વિસ્તારો  સહીત વૃક્ષો  વાવેતર  માં કાર્યરત અનેક  સ્વયં સેવી  સંસ્થાઓ અને  વ્યક્તિગત  પર્યાવરણ પ્રેમીઓને  ૧૧૦૦૦ વિવિધ  વૃક્ષો વિનામૂલ્યે   ભેટ  આપવામાં  આવશે  એમાઇન્સ કંપની ઘ્વારા સાવલી  તાલુકા નાં  ટુંડાવ , રાણીયા, ગોઠડા,  સહિત 25 ગામો નાં સંરપંચોને સંરપંચ દિઠ 100 વુક્ષોનુ વિતરણ કરવામાં આવશે,  ભાદરવા પોલીસ સ્ટેશનમાં પણ વુક્ષારોપણ કરવામાં આવશે,  ગામ્યા વિસ્તારનાં સંરપંચો બાળકો ઘ્વારા વુક્ષોરોપણ કરાવશે, હાલ કોરોના મહામારી માં વિટામીન સી નો સ્ત્રોત લીબું નું મહત્વ જોતા ગ્રામ્ય વિસ્તારો માં લીબું નાં છોડનું વાવેતર થાય તે ઘણુજ ઉપયોગી છે,   કંપની ઘ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ ને 1100 લીબું નાં છોડ આપવામાં આવશે, જેથી તેઓ પોતાનાં ઘણઆગણે લીબુંનાં છોડ ને ઉછેરી લીબું નો ઉપયોગ કરી શકે, આમ વિશ્વ  માં  કોઈપણ  ખાનગી  કંપની  નું  પર્યાવરણ  પ્રત્યે  જતન માટે  નું  પ્રથમ  અનોખું  અભિયાન  છે  આમ  જીવન  ના  અસ્તિત્વ માં પર્યાવરણ  નું સંતુલન  મહત્વ  ની  ભૂમિકા  નિભાવે છે. મનુસ્ય ના  ઉન્નતિ ના  યુગ  માં  વાયુ , ધ્વનિ , પ્રદુષણ  સાથે વૃક્ષો  કાપવા ખતરનાક  પ્રવૃત્તિ  છે  છે  અને આ  તમામ  નકારાત્મક ગતિવિધિઓ વચ્ચે  ઈન્ડો  એમાઇન્સ  કંપની  એ છેલ્લા  ત્રણ વર્ષો  થી વર્ષ  ના ૩૬૫  દિવસ  વૃક્ષો  વાવવાના  અભિયાન ને  ચલાવી પર્યાવરણ સુરક્ષા  માટે  ના  રચનાત્મક અભિયાન  અનેક  માટે  પ્રેરણા રૂપ  છે