સુરત-

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. દિવસે ને દિવસે સ્થિતિ બેકાબુ બની રહી છે.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ રહ્યા છે.ત્યારે આ સ્થિતિમાં સુરત શહેરની ડિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો આખરે નિર્ણય લેવો પડ્યો છે. શહેરના વિવિધ સ્મશાનગૃહોમાં પણ મૃતદેહોના અગ્નિદાહ દેવા માટે પણ લાબું વેઈંટિંગ ચાલી રહ્યું છે. શહેરના વિવિધ સ્મશાનગૃહોમાં કતારબદ્ધ ગોઠવેલા મૃતદેહોના થઇ રહેલા વાયરલ વિડીયો શહેરની ગંભીર સ્થિતિની ચાડી ખાઈ રહ્યું છે.

સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે.આમ, સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ હવે ફક્ત કોવિડને લગતી જ સારવાર થશે.જોકે, આ નિર્ણયથી અન્ય રોગોથી પીડિત દર્દીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ, જે રીતે સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા તંત્ર પાસે આ નિર્ણય લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.