ડભોઇ

 ડભોઇથી ચાંદોદ રેલ્વે લાઇન સંપૂર્ણ બની ને તૈયાર છે ત્યારે રેલ્વે અધીકારીઓ દ્વારા અવાર નવાર નવીન બનેલ રેલ્વે બ્રોડગેજ લાઇનનું નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડભોઇ થી ચાંદોદ સુધી નખાયેલ ઇલેક્ટ્રીક વારો ને અનુલક્ષી ને પુનઃ તા.૧૪ના રોજ બપોરે ૨ થી ૭ દરમ્યાન રેલ ગતી નીરીક્ષણ તેમજ ઇલેક્ટ્રીક વાયરો નું નિરિક્સન હાથ ધરવામાં આવનાર છે. હાલમાં બે વાર રેલ ને ૧૩૫ ની ગતી એ ડીઝલ એન્જિન દોડાવી નિરિક્સન કરવામાં આવ્યું હતું પણ ડભોઇ પંથક માં હવે ઇલેક્ટ્રીકથી રેલ્વે દૂર દૂર સુધી દોડવાનો પ્રોજેકટ હોય ડભોઇથી ચાંદોદ સુધી નવીન બનેલ બ્રોડગેજ લાઇન ને ઇલેક્ટ્રીક સપ્લાયથી ગતી નિરિક્ષણ કરી આખરી ઓપ આપવા માટે તા.૧૪ના રોજ કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી દ્વારા પેસેન્જર ની સેફ્ટી માટે ફાઇનલ ઈનસપેકશન હાથ ધરવામાં આવશે. તયાર પછી જ લીલી ઝંડી મળશે. ડભોઇ એશિયાનું સાઉથી મોટું રેલ્વે જકશન ગાયકવાડી સાસણકાળ વખતે હતું સમય જતાં રેલ્વે તંત્ર દ્વારા નવીની કારણ ના દોર શરૂ કર્યા હવે જ્યારે કેવડીયા ખાતે વિશ્વ નું સૌથી ઊચી વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી મુસાફરો ને સરળતા થી પહોચવા માટે પ્રથમ તબક્કાનું ડભોઇ થી ચાંદોદ ૧૮.૬૬ કિલોમીટર નો રેલ્વે ટ્રેક ને બ્રોડગેજ માં રૂપાંતર કરવામાં આવ્યો છે જેનું કામ હાલ સંપૂર્ણ પણે પૂર્ણ થઈ ગયું છે. હાલ રેલ્વે અધીકારીઓ દ્વારા લાઇન નું નિરિક્સન ઝડપી બનાવ્યું છે. અગાઉ આ ટ્રેક ઉપર ડીઝલ એન્જિન ૧૩૫ કિલોમીટર પ્રતિકલાક ની ઝડપે દોડાવી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખામી જાેવા મળી ન હતી.