વડોદરા : શહેરમાં કોરના કાળ દરમ્યાન કમાવવાની ઘેલછામાં ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવેલી નોટિસની દરકાર કર્યા વિના દર્દીના જીવ જાેખમમાં મૂકનાર હોસ્પિટલ સામે ફાયર બ્રિગેડે લાલ આંખ કરીને ફાયર સેફટીના સાધનો નહી રાખવા સાથે એનઓસી નહી મેળવનાર હોસ્પિટલો સીલ કરવાની શરુઆત કરી છે.ત્યારે એક ખાસ મૂહિમ પેટે આજે વધુ પાંચ હોસ્પિટલને સીલ કરી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનો નહી રાખવા તેમજ ફાયર એનઓસી નહી મેળવનાર હોસ્પિટલ સામે લાલ આંખ કરી છે.અને બે દિવસથી વિવિધ હોસ્પિટલમાં ચેકીંગ કરીને ફાયર સેફટની સાધનો ન હોવા સાથે એનઓસી નહી મેળવનાર હોસ્પિટલને સીલ કરવાની કામગીરી શરુ કરી છે.અને બે દિવસ દરમ્યાન ૧૪ હોસ્પિટલ સીલ કરી હતી.અને આજે ત્રીજા દિવસે પણ આ કામગીરી કરવામાં આવી હતી.જેમાં,આજે ગોયાગેટ સ્થિત કષ્ટભંજન હોસ્પિટલ,વાઘોડીયા રોડ પર આવેલ સંંનિધિ હોસ્પિટલ, વાઘોડીયા રોડ પર જ આવેલ સિધ્ધાર્થ હોસ્પિટલ, વાસણા રોડ પર આવેલ રાણેશ્વર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, તેમજ વાઘોડીયા રોડ પર આવેલ શ્રી વલ્લભ નર્સ્િંાગ હોમમાં ચેકીંગ કર્યું હતું.અને આ હોસ્પિટલ પાસે ફાયર સેફટીની સુવિદ્યા ન હોવા સાથે ફાયર એનઓસી ન હોવાથી તમામ હોસ્પિટલને સીલ કરી હતી.અને વહેલી તકે ફાયર સેફટીના સાધનો વિકસાવવા તેમજ ફાયર એનઓસી મેળવી લેવા નોટિસ આપી હતી.ફાયર બ્રિગેડ દ્વારા આ બે દિવસની કામગીરી દરમ્યાન ૧૪ હોસ્પિટલને સીલ કરી હતી.અને આજે વધુ પાંચ હોસ્પિટલને સીલ કરતા કુલ આંક ૧૯ પર પહોંચ્યો છે.અને જ્યાં સુધી તમામ હોસ્પિલમાં ચેકીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીમ રોજ હોસ્પિટલમાં ચેકીંગની કામગીરી કરશે.અત્રે ઉલ્લેખનીય છે.કે ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી વિનાની ૧૨૫ હોસ્પિટલને નોટિસ આપીનેફાયર સેફટીના સાધનો વિકસાવવા તેમજ એનઓસી મેળવી લેવા નોટિસ આપી હતી.પણ હોસ્પિટલના સંચાલકો નોટિસને અવગણીને ફક્ત કમાવવાની લાલચમાં દર્દીના જીવને જાેખમમાં મુકતા હોઇ આખરે તંત્ર એકશનમાં આવ્યું હતું.અને ૧૩ જેટલી હોસ્પિટલ દ્વારા એનઓસી માટે અરજી કરતા ફાયર બ્રિગેડે સાંધનિક કાગળો તપાસી તમામને એનઓસી આપી હતી.