બનાસકાંઠા,તા.૨૩  

કાંકરેજ તાલુકાના ખરીયા ગામમાં આજથી ત્રણ વર્ષ અગાઉ આવેલા ભયાનક પૂરે ભારે તબાહી સર્જી હતી.જેમાં એક જ પરિવારના ૧૭ સહિત ૨૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પૂરના પાણીમાં ૧૦૦૦થી વધુ પશુ તણાઈ ગયા હતા.ત્રણ વર્ષ વિતવા છતાં હજુ સુધી અસરગ્રસ્તોને મકાનો ફાળવવામાં આવ્યા નથી અસરગ્રસ્તોએ આપવીતી વર્ણવતા કહ્યું કે અમને માત્ર પ્લોટની સનદ મળી છે.મકાનો ન બનાવામાં આવતાં ત્રણ વર્ષ બાદ પણ ખેતરોમાં જ રહેવા મજબૂર છીએ. ખારિયામાં ખેતરમાં ઘર બાંધીને ખેતરમાં રહેતા નવાજી ઠાકોર પરિવારના ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે તે વખતે સહાય પુરી પાડી હતી. પૂરથી બચવા ગામમાં પુનઃવસન માટે પાકા ઘર બાંધવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પોકળ નીવડ્યા છે.