ગાંધીનગર કોરોનાની મહામારીના પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ લોકડાઉન દરમિયાન સેંકડો મજૂરોએ લોકડાઉનમાં પોતાના વતન તરફ પ્રયાણ કર્યું હતું. જે પૈકીનાં ૭૦૦ જેટલા શ્રમિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે સરકાર દ્વારા આવા શ્રમિકો સામે નોંધાયેલા કેસોને રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવાનો ર્નિણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.ગત વર્ષે કોરોનાની મહામારી ફેલાતા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને અચાનક દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવતા શ્રમિકો ભારે મૂંઝવણમાં મૂકાયા હતા.

જેના કારણે હજારોની સંખ્યામાં ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોએ પોતાના વતન જવા માટેની રાહ પકડી હતી. વાહન વ્યવહાર બંધ હોવાથી આ શ્રમિકો પોતાના પરિવાર સાથે પગપાળા વતન જવા માટે નીકળી પડ્યા હતા.લોકડાઉન દરમિયાન પોતાના વતન જવા નીકળેલા સેંકડો શ્રમિકો સામે એપેડેમીક એક્ટ અને લોકડાઉનના ભંગ અંગેની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જાે કે હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર હળવી પડી ગઈ છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા શ્રમિકો ઉપર થયેલા કેસોને પરત કરવાનો ર્નિણય લીધો છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન લોકડાઉન દરમિયાન હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. જે અંગે પોલીસ દ્વારા આવા શ્રમિકો સામે લોકડાઉનના ભંગ બદલ એપેડેમીક એક્ટ હેઠળ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સમગ્ર રાજયમાં સવા સાતસો જેટલા શ્રમિકો સામે ગુનાઓ નોંધાયા હતા. જાે કે પોલીસ દ્વારા નોંધાયેલા આવા શ્રમિકો પૈકીનાં ૨૦૦ જેટલા કેસોનો કોર્ટમાં નિકાલ આવી ગયો છે. ત્યારે બાકી રહેલા ૫૧૫ જેટલા કેસોને રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારના આવા ર્નિણયથી આવા શ્રમિકોને મોટી રાહત મળશે તેમજ તેમને કોર્ટના ધક્કા ખાવા માંથી મુક્તિ મળશે.