વડોદરા

વડોદરા શહેર અને જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોવીડ ની રસી મૂકવાનું શરૂ કરાયું છે.તેમાં રસીનો પહેલો લાભ આરોગ્ય ક્ષેત્રના સહુ થી મોખરાના કોરોના લડવૈયાઓ ને,સરકારી કે ખાનગી દવાખાના ના ભેદ વગર આપવામાં આવી રહ્યો છે.

આજે ત્રીજી વાર યોજાયેલા રસીકરણ અભિયાનમાં ાઈલાલ અમીન હોસ્પિટલના ૮૯ વર્ષના વરિષ્ઠ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.રોહિત ભટ્ટે બુલંદ જુસ્સો પ્રદર્શિત કરતા હોંશે હોંશે રસી મુકાવી હતી.તેઓ વડોદરામાં ચોક્કસ પણે સહુથી મોટી ઉંમરે રસી મુકાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે. રસી લીધા પછી વરિષ્ઠ તબીબે જણાવ્યું કે, વેક્સિન થી જ કોરોના ને મહાત કરી શકીશું.

 વડોદરા શહેર અને જિલ્લામાં ચાલતા કોરોના રસીકરણ માં સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટર અને કોર્પોરેટ હોસ્પિટલો ના સંચાલકો એ સામે ચાલીને રસી મુકાવી છે. જેમાં સેવા સંસ્થા અને આરોગ્ય તીર્થ મુનિ સેવા આશ્રમના મુખ્ય વહીવટદાર સ્વાતિ પંડ્યા,બેન્કર્સ ગૃપ ઓફ હોસ્પિટલના ડો.દર્શન અને ડો.પારૂલ બેન્કર, પારુલ હોસ્પિટલ ના ચેરમેન ડો.દેવાંશુ,ભાઈલાલ અમીન હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન, ટ્રાયકલર હોસ્પિટલના ડો. પરબીંદર સીંઘ, ડો.ઇન્દ્રજીત, ધીરજ હોસ્પિટલ ના વરિષ્ઠ તબીબો,સયાજી હોસ્પિટલ ના અધિક તબીબી અધિક્ષક ડો હેમંત માથુર, ગોત્રી હોસ્પિટલ ના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી, ડો.વિજય શાહ, હૃદય રોગ નિષ્ણાત ડો.વી.સી.ચૌહાણ,વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠકજી, જમના બાઈ હોસ્પિટલ ના સિવિલ સર્જન ડો.મિશ્રા જેવા કોરોના સામેની લડાઇ ના મોખરાના સુકાનીઓ એ સહુ થી પહેલાં રસી લઈને ,કોરોના થી સાવધ રહો પણ રસી તો નીડર બનીને લો એવો સંદેશ આપ્યો છે.