વડોદરા

શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વાદળિયા માહોલ સાથે પવનના કારણે ઠંડક અનુભવાઈ હતી. હિલસ્ટેશન જેવા માહોલ સાથે આજે લઘુતમ તાપમાન ૧૬.પ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. જાે કે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વાદળિયા હવામાન વચ્ચે તાપમાનનો પારો ઊંચે જતાં ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. જાે કે, વાદળાં વિખેરાયાં બાદ ફરી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આજે વાદળિયા માહોલ વચ્ચે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જાે કે, માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આજે મહત્તમ તાપમાન રપ.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૬.પ ડિગ્રી નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા જે સાંજે ઘટીને ૩૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૨ મિલિબાર્સ તેમજ ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૬ કિ.મી. નોંધાઈ હતી.