હાલોલ ઃ ગુજરાત હાઇકોર્ટની કડક ટકોર બાદ રાજ્ય સરકારે તમામ નગર પાલિકાઓને આપેલા આદેશને પગલે હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા નગરના રોડ રસ્તા તેમજ જાહેર સ્થળો પર રખડતા ઢોર પકડી કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગત દિવસોરોજે રોજ રખડતા ઢોર મુદ્દે કામગીરી કરી આ બાબતે દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરવાનો કડક શબ્દોમાં આદેશ આપી રોજેરોજ આ બાબતનો અહેવાલ સુપ્રત કરવા માટેની તાકીદ કરવામાં આવતા રાજ્ય સરકારના કડક આદેશના પગલે આજ રોજ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર દ્વારા હાલોલ નગર ખાતે જાહેર માર્ગો પર તેમજ જાહેર સ્થળોએ આમ તેમ રખડતા ઢોરોને પકડી કડક કામગીરી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.