વડોદરા, તા.૧૮ 

છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાની સારવાર મેળવી રહેલા ચાર દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે આજે નોંધાયેલ ૪૩ પોઝિટિવ કેસોની સાથે કુલ કેસોનો આંકડો ૧૭૩૮ પર પહોંચ્યો છે. જ્યારે, વધુ ૨૧ દર્દીઓને રજા આપતા કુલ ડિસચાર્જનો આંકડો ૧૧૨૬ પર પહોંચ્યો છે.

શહેરમાં જુદી જુદી જગ્યાઓએ સારવાર મેળવી રહેલા કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓ પૈકી હાથીખાના, મહાવત ફળિયાની ૪૫ વર્ષીય મહિલા, મદનઝાપા રોડ ખાતે રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધા, વાડી વિસ્તારના ૬૨ વર્ષીય વૃદ્ધ અને વારસિયા રિંગ રોડ ખાતે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધાના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. શહેરમાં રોજ યુદ્ધના ધોરણે નોંધાઈ રહેલા આ મરણને કારણે શહેરનો બિનસત્તાવાર મૃત્યુઆંક ૧૫૦ પર પહોંચવાને આવ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાંથી લેવામાં આવેલા ૧૯૨ સેમ્પલો પૈકી આજે ૪૩ પોઝિટિવ કેસો નોંધાતા શહેરમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૭૩૮ પર પહોંચી છે. વિસ્તારોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં નવાપુરા, વાડી, યાકુતપુરા, હાથીખાના, પાણીગેટ, વી.આઈ.પી રોડ, ફતેપુરા, વારસિયા રિંગ રોડ, હરણી, ગોરવા, કારેલીબાગ, વાસણા રોડ અને ગોત્રીનો સમાવેશ થાય છે.

આ સિવાય, આજે વધુ ૨૧ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી હતી. જેના કારણે કૂલ ડિસ્ચાર્જનો આંકડો ૧૧૨૬ પર પહોંચ્યો છે.આ સાથે જુદી જુદી જગ્યાઓએ સારવાર મેળવી રહેલા ૫૬૨ દર્દીઓ પૈકી ૪૧૯ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે, ૯૧ દર્દીઓ ઓક્સિજન પર અને ૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સીજીએસટી ભવનના કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં કચેરી બંધ કરી સેનિટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાઈ

વડોદરામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સુભાનપુરા ખાતે આવેલ સીજીએસટી ભવનમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કર્મચારીઓમાં ફફાડાટ ફેલાયો છે. જા કે બિલ્ડિંગ ખાલી કરાવી આવતીકાલે પણ કચેરી બંધ રાખી સંક્રમણ અટકાવવા માટે બિલ્ડિંગને ડિસઈન્ફેક્ટ કરવા સેનિટાઈઝેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ સીજીએસટી ભવનમાં ફરજ બજાવતા એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ તેમના પિતા પણ કોરોના સંક્રમિત થયા હતા. સીજીએસટીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે. જા કે, તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે બે દિવસ કચેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવાર અને રવિવારે રજા આવતી હોવાથી સોમવારે કચેરી ફરી શરૂ કરાશે. દરમિયાન બીજી બાજુ સીજીએસટી ભવનને તાત્કાલિક સેનિટાઈઝેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, સાથે સઘન સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.

એસ.આર.પી. જવાનને કોરોના ટેસ્ટ બાદ ઘરે મોકલી દેવાયો, રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ ખાતે ફરજ બજાવતા વડોદરાના એસઆરપી જવાનની ડ્‌યુટી પૂર્ણ થતા તે વડોદરા પરત ફર્યો હતો. જોકે, તે પોતાના કોરોના ટેસ્ટ માટે ગત ૧૬ જૂનના રોજ સયાજી હોસ્પિટલમાં ગયો હતો. જ્યા તેના નમૂના લીધા બાદ થોડા સમયમાં જ તબીબોએ ‹તમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તમે ઘરે જઈ શકો છો’ તેમ કહીને જવા દેવામાં આવ્યો હતો. જોકે, તેના બીજા દિવસે આરોગ્ય વિભાગને આ એસઆરપી જવાનનો રિપોર્ટ ખરેખર પોઝિટિવ આવ્યો હોવાનુ જાણવા મળતા ખળભળાટ મચી ગયો હતો અને તતકલાઈક એસઆરપી જવાનના ઘરે જઈને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જીએસએફસીનો વધુ એક કર્મચારી પોઝિટિવ

અત્યાર સુધી જીએસએફસીના ફાયર વિભાગના ૨ અને માર્કેટિંગ વિભાગના એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. એવામાં આજે વધુ એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. મૂળ ભરૂચના અને જીએસએફસીમાં કામ કરનાર ૪૮ વર્ષીય યુવાનને શરદી ખાંસી તેમજ ન્યુમોનિયા વચ્ચે કોરોનાનું નિદાન થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સારવાર મળે તે અગાઉ મોતને ભેટનાર આધેડના કિસ્સામાં તપાસના આદેશ

ફતેપુરા રાણાવાસમાં રહેતા ૫૧ વર્ષીય આધેડ છેલ્લા ત્રણેક દિવસથી બીમાર હતા. આ વચ્ચે તેમને શ્વાસમાં તકલીફ શરૂ થતા તેમને પરમ દિવસે રાત્રે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાથી તેમને સારવાર માટે ગોત્રી જવાનું કહેવામાં આવ્યું હતું. પરિવારજનો તેમને ગોત્રી લઇ જતા ત્યાંથી સારવાર માટે ફરીથી સયાજી હોસ્પિટલમાં મોકલાયા હતા.જોકે, આ વખતે દર્દી સયાજી

આભાર - નિહારીકા રવિયા હોસ્પિટલ સુધી પહોંચે તે અગાઉ જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કોરોના માટેના વડોદરાના ઓએસડી વિનોદ રાવે આજે તપાસના આદેશ આપ્યા છે.