વાઘોડિયા, તા.૧૨

હાલોલ- વડોદરા રોડપર કોટંબી ગામે આવેલ ગતી કંપનીમા કોટંબી ગામના હર્ષદભાઈ ચૌહાણ(૪૦) નુ ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજતા કંપની પરીવારના ઘરે મૃતદેહ લઈ જતા હોબાળો થયો હતો. ગ્રામજનોએ કંપની પર મૃતદેહ સાથે લાવી હંગામો કર્યો હતો.સાથે જ કંપનીએ પરીવારને ઘટનાથી અજાણ રાખ્યા હોવાનો આક્ષેપ કરી કંપનીનો ઘેેરાવો કર્યો હતો.તાલુકા પંચાયત સદસ્ય,જીલ્ગ્રાલા પંચાયત સદસ્મ સહિત ગ્રામ પંચાયત સદસ્ય સાથે માજી ડેપ્યુટી કોટંબી ગામના સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ગ્રામજનોએ કંપની પાસે મરણ જનારના પરિવારને વળતર અંગેની માંગ કરી હોબાળો કર્યો હતો.મરણ જનાર ત્રણ સંતાન સહિત પરિવારનો બોજાે ઊઠાવતો હતો.ઘરના મોભીનુ મોત નિપજતા પરીવાર નોંઘારો બન્યો હતો.આ બાબતને લઈ કંપની સામે વળતરની માંગ કરી હતી.સાથે જ હાઈવોલ્ટેજ ડ્રામા કરી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી આંદોલનની ચિમકી ગ્રામજનોએ ઊચ્ચારી હતી. ઘટનાની જાણ જરોદ ઓપી ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગેવાનો સાથે વાતચીત કરી હતી.કોટંબી ગામે આવેલ ગતી કંપની બેરીંગનુ રો હાઊસ ચલાવે છે જેમા મરણ જનાર કોટંબી ગામનો આ યુવાન હાઊસ કિપીંગનુ કામ કરતો હતો. અચાનક ચક્કર આવતા તબીયત લથડતા તે મોતને ભેટ્યો હતો. યુવાનના મોત અંગે ગ્રામજનોએ શંકા કુશંકા સેવી કંપની પર આક્ષેપ સાથે પરીજનોને વળતર મળે તેવી માંગ કરી હતી.આખરે આગેવાનો સાથે કંપનીએ બેઠક કરી ૩૦ મહિના સુઘી પગાર આપવો અને મૃતકના પરીવારમાંથી એકને નોકરીએ રાખવાની વાત કરતા મામલો થાળે પડ્યો હતો.