વડોદરા, તા.૨૪

વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય રજનીકાંત શાહ દ્વારા પાલિકાના પૂર્વ નેતા અલ્પેશ લીંબાચીયાને આપવામાં આવેલી કારણદર્શક નોટિસને લઈને ભારે ચર્ચાઓ ખુદ પક્ષમાં જ ઉઠવા પામી છે.આ નોટીસને લઈને ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે. તેમ જ આટલા મોટા પક્ષમાં અને પોતાને શિસ્તબદ્ધ પક્ષ ગણાવતા નેતાઓને માટે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે કે હાથીના ચાવવાના અને બતાવવાના દાંત તો જુદા જ રહયા અને રહેવાના. આ ચર્ચાઓ એટલા માટે ઉઠવા પામી છે કે ભાજપના શહેર પ્રમુખ દ્વારા અલ્પેશ લીંબાચીયાને આપેલી નોટીસમાં ગંભીર છબરડા જાેવા મળ્યા છે. આ અક્ષમ્ય ભૂલને કારણે આવતીકાલે જાે કોઈ એને પડકાર ફેંકે તો પક્ષને માટે લેવાના દેવા પડીજાય અને આબરૂનું ધોવાણ થાય એવી શરમજનક સ્થિતિ સર્જાઈ શકે છે.એમ વર્ષોથી રાજકીય ક્ષેત્રે રહેલા પીઢ અગ્રણીઓ માની રહયા છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ભાજપ પક્ષ દ્વારા અલ્પેશ લીંબાચીયાને જે શો કોઝ નોટીસ આપવામાં આવી છે એમાં સાથોસાથ પાલિકાના દંડક ચિરાગ દિલીપભાઈ બારોટને એવો આદેશ પણ કરવામાં આવ્યો છે કે તેઓ અલ્પેશ મધુસુદન લીંબાચીયાને નગર સેવક તરીકે ગેરલાયક ઠેરવવાને માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે. આમ શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય શાહની એક જ નોટીસમાં બે વાતથી ગુંચવાડો ઉભો થવા પામ્યો છે.

ભાજપના વડોદરા મહાનગરના શહેર અધ્યક્ષ ડો.વિજય શહે આપેલી નોટીસમાં એક સાથે બે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં સંગઠન અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ બંને વાતનો એક સાથે એક જ નોટીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અલ્પેશ લીંબાચીયાની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરાયો છે.પરંતુ સંગઠન વિરોધી કઈ પ્રવૃત્તિ અલ્પેશ લીંબાચીયા દ્વારા કરવામાં આવી એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ બાબતને ક્યાં કારણસર બહાર પાડવામાં આવી નથી એને લઈને ગરમા ગરમ ચર્ચાઓ અને તરેહતરેહની અટકળો ઉભી થવા પામી છે. ભાજપના શહેર પ્રમુખ દ્વારા આપવામાં આવેલ પત્રમાં ઉપર કારણદર્શક નોટીસ એવો ઉલ્લેખ કરીને વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૯ની સામાન્ય બેઠકના નગર સેવક અલ્પેશ મધુસુદન લીંબાચીયાને ઉલ્લેખીને ભારતીય જનતા પાર્ટીમાંથી તાત્કાલિક બરતરફ કરવા અંગેના વિષયે ઉલ્લેખ કરાયો છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને હોદ્દદાની રૂ એ મળેલી અધિકૃતતાના આધારે નોટીસ આપી છે .જેમાં જણાવ્યું છે કે આપ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ ૧૯ના ચૂંટાયેલા નગર સેવક ચો.છેલ્લા ઘણા સમયથી આપ પક્ષ વિરોધી પ્રવૃત્તિ જાહેરમાં કરી રહયા છો.ચૂંટાયેલી પાંખ તથા શહેરના સંગઠનના વિરુદ્ધ નિવેદનબાજી અને ખોટા આક્ષેપો કરી રહયા છો.પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા ભડકાવવા મેળાપીપણામાં તદ્દન વાહિયાત પત્રિકાઓ વિતરણ કરી રહયા છો.આ પ્રકારની તમામ પ્રવૃતિઓ પક્ષના બંધારણના શિસ્તની વિરુદ્ધ છે.તેથી આપણે તાત્કાલિક પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગેનો ખુલાસો કરવા ચાર દિવસની નોટીસ આપીએ છીએ. આ નોટિસનો જવાબ માળેથી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

એક તરફ પાલિકાના નગર સેવક અલ્પેશ લીંબાચીયાને આ પ્રકારની કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આજ પત્રમાં વડોદરા મહાનગર પાલિકાના દંડક ચિરાગભાઈ દિલીપભાઈ બારોટને ઉલ્લેખીને જણાવ્યું છે કે અલ્પેશભાઈ મધુસુદન લીંબાચીયાને નગર સેવક તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી તાત્કાલિક શરુ કરવા આદેશ આપું છું.

આમ એક જ પત્રમાં બે વાતને લઈને છબરડા થતા વિવાદ સર્જાવા પામ્યો છે. એક તરફ અલ્પેશ લીંબાચીયાને ચાર દિવસની મોહ્‌તલ આપીને નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે.બીજી તરફ પાલિકાના દંડક ચિરાગ બારોટને તાત્કાલિક અલ્પેશ લીંબાચીયાને નગર સેવક તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી તત્કાળ શરુ કરવાને માટે આદેશ અપાયો છે. આને લઈને જાણકારોના મત અનુસાર જાે અલ્પેશ લીંબાચીયા આજ પત્રના આધારે કોર્ટમાંથી મનાઈ હુકમ લઇ આવે તો એ એમને આસાનીથી મળી જાય.

અલ્પેશ લીંબાચીયાને ખુલાસો કરવાને માટે ચાર દિવસની મહેતલ આપવામાં આવી છે. ત્યારે ખુલાસો આવ્યા વગર ગેરલાયક ઠેરાવવાને માટે કાર્યવાહી કરવાના આદેશને લઈને આશ્ચર્ય સર્જાવા પામ્યું છે. આમ આ નોટિસના પત્રમાં અક્ષમ્ય ક્ષતિઓ અને છબરડાઓ રહયા છે. બીજું ધ્યાનાકર્ષક બાબત એ રહેવા પામી છે કે ચૂંટાયેલી પાંખ તેમજ સંગઠનના નિયમો અને આક્ષેપબાજી ક્યાં એનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરાયો નથી.ખુલાસો આપે એ પહેલા ચિરાગ બારોટને અપાયેલો આદેશ પણ ચર્ચાની બાબત બની છે. આમ સમગ્ર પત્રનું લખાણ વિરોધાભાસી અને ક્ષતિયુક્ત હોવાનું ઉપસી રહેતા પક્ષમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.