વોશિંગ્ટન,

જાન્સ હાપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર વિશ્વમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક ૮,૯૨૬,૦૫૦ થઈ ગયો છે. જ્યારે મૃતાંક ૪૬૭,૬૧૧ થઈ ગયો છે.

વિશ્વમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં ૨,૨૭૯,૮૭૯ દરદીઓ સામે આવ્યા છે, જ્યારે બ્રાઝિલમાં ૧,૦૮૩,૩૪૧ તો રશિયામાં ૫૮૩,૮૭૯ ચેપગ્રસ્ત દરદીઓ નોંધાયા છે. આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધી ૪૧૦,૪૬૧ દરદીઓ નોંધાયા છે.

મૃતાંકની વાત કરીએ જ્યાં સૌથી વધુ કેસો નોંધાયા છે, એ અમેરિકામાં મૃત્યુ પણ સૌથી વધુ થયાં છે. અહીં કુલ મૃતાંક ૧૧૯,૯૫૯ થઈ ગયો છે. જ્યારે એ બાદ બ્રાઝિલમાં ૫૦,૫૯૧ મૃત્યુ થયાં છે. આ યાદીમાં બ્રિટન ત્રીજા ક્રમે છે. બ્રિટનમાં કુલ મૃતાંક ૪૨,૭૧૭ થયો છે. એ બાદ ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.

યુનિવર્સિટીના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને પગલે અત્યાર સુધી ૧૩,૨૫૪ મૃત્યુ થયાં છે.