અમદાવાદ-

રાજ્યમાં પોસ્ટ વિભાગ ખેડૂતોને તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. શરૂઆતના તબક્કામાં પાઈલોટ પ્રોજેકટ  તરીકે મહેસાણા અને ગોંડલની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહેસાણા જીલ્લા પોસ્ટ વિભાગનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ખેડૂતોએ પોસ્ટ ઓફિસોમાંથી રજીસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછો 10 ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે 10 ટન ઉત્પાદન ન હોય તે અન્ય ખેડૂતો સાથે મળી સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપનીના માધ્યમ થકી ઓનલાઈન મુકવામાં આવશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે અને પોતાના મહામુલી પાકના પુરા પૈસા મેળવી શકશે.