વડોદરા -

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષના વિસ્તારમાં જ પાલિકાનું મોટાભાગનું બજેટ ફાળવવામાં આવે છે. તેમજ પાલિકા દ્વારા નાનાથી લઈને મોટા તમામ વિકાસ કાર્યો માટેનું મોટાભાગનું આયોજન ટી.પી.૧૩માં કરવામાં આવે છે. ત્યારે પાલિકાનું એકમાત્ર ટી.પી.૧૩ને અણીશુદ્ધ કરવાનું લક્ષ્યાંક જારી રહ્યું છે.જેમાં દબાણ શાખાની સહાયથી તંત્રએ દબાણ શાખાની ટુકડી દ્વારા ટી.પી.૧૩ની રોડ લાઈનમાં આવતા દબાણોનો મોટાપાયે સફાયો કરાયો છે. જેના ભાગરૂપે સ્થાયી અધ્યક્ષના વિસ્તારમાં માર્ગ પહોળો કરવા મેગા ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટી.પી.૧૩ના વિકાસ કાર્યો કરવાને માટે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને માટે નવાયાર્ડ મુખ્ય માર્ગથી બ્રિજ થઈને શ્રી અર્બુદા કોલ્ડ સ્ટોરેજ સુધીમાં માર્ગ પહોળો કરવાને માટે નડતરરૂપ તમામ કાચા પાકા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટુકડીઓ દ્વારા આ માર્ગ પર બુલડોઝર અને અન્ય સાધન સામગ્રી લઈને મેગા ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ માર્ગને માટે નડતરરૂપ મોટી રૂમનો કેટલોક હિસ્સો, ફેન્સીંગ, ગ્રીનરી સહિતના નડતરો દૂર કરીને માર્ગને પહોળો કરવાને માટે બાધારૂપ તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી પાલિકાની દબાણ શાખાના અધિકારી ડો.મંગેશ જયસ્વાલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.