વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોની ચૂંટણીઓને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શહેરમા બે સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર એકથી ત્રણને માટે સમાના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આ સભામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા તેઓએ વડોદરાની વિશ્વામિત્રીના પૂરની સમસ્યાનું રાજ્યના આગામી બજેટમાં નિરાકરણ લાવવામાં આવશે.એવી ખાતરી ઉપસ્થિતોને આપતા ઉમેર્યું હતું કે,આને માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગંભીર છે.

તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવેલા ગુજરાતની પ્રસંશા કરતા ઉમેર્યું હતું કે, આજે ભારતમાં જે પ્રવાસીઓ આવે છે.એમાં તાજમહાલ કે હૈદરાબાદના ચાર મિનારા કરતા વધુ પ્રવાસીઓ કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. એને ખુલ્લું મુખ્ય પછીથી માત્ર ચાર દિવસમાં પંચાવન લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા.જે રેકોર્ડ બરાબર છે. ગૌરવની બાબત છે. આ ગુજરાતે માત્ર ચાર દિવસમાં ૧૬૦૦ કરોડનું દાન રામ મંદિરને માટે આપ્યું છે.

વડોદરાને દેશના ટોચના પાંચ સ્થાનોમાં વિકાસની રીતે સમાવવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવાનું છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાને દેશના ટોચના પાંચ શહેરોમાં સૌથી વધુ તમામ ક્ષેત્રે વિકસીત શહેર તરીકેનો વિકાસ કરવાનો છે.પછીથી તે સ્વચ્છતાની બાબત હોય,કે નગર વિકાસની વાત હોય,કે નાળ,પાણી,ગટર વ્યવસ્થાની વાત હોય.તમામ ક્ષેત્રે શહેરને ટોચના સ્થાને લઇ જવાને માટે ભાજપ કટિબદ્ધ છે.અને ભાજપના આગામી બોર્ડનો આ લક્ષ્યાંક રહેશે એમ તેઓએ ઉમેર્યું હતું.

હું વડોદરાનો ભાયાત છું ઃ નીતિન પટેલ

નીતિન પટેલે પોતે કડીના છે. આ એજ કદી છે.જે ગાયકવાડી સમયનું ઉત્તર ગુજરાતનું સૌ પ્રથમ પ્રાંત હતું.ત્યારબાદ મહેસાણા પ્રાંત બન્યું હતું.આમ હું ગાયકવાડી સમયના પ્રાંતનો વાતની હોઈ હું વડોદરાનો ભાઈ ગણાવું.આને કારણે મને વડોદરાને માટે વિશેષ પ્રેમ છે.એમ તેમણે ઉમેર્યું હતું. આને કારણે વડોદરાવાસીઓના ભાયાત તરીકે મને વડોદરાને માટે વધુ પ્રેમ છે.એમ તેમણે ઉમેર્યું હતું.

ખોટો રૂપિયો ન વપરાય એનું જ્ઞાન વડોદરાની પ્રજા પાસેથી મળ્યું

નીતિન પટેલે પોતે આરોગ્યની સાથોસાથ રાજ્યના નાણાં મંત્રી હોવા છતાં ખોટો રૂપિયો ન વપરાય એનું જ્ઞાન વડોદરાની પ્રજા પાસેથી માલ્યાનું જણાવતા હાસ્યની છોળો પ્રસરી ગઈ હતી. તેઓએ ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજન કરીને પક્ષના માથે એક રૂપિયાના ભાર વિના તમામ પ્રકારની વ્યવસ્થા કરવા બદલ સ્થાનિક ભાજપના અધ્યક્ષ અને અગ્રણીઓનો આભાર માન્યો હતો.

વડોદરાનો છેલ્લા દશકામાં અવિરત વિકાસ થયો છે

નીતિન પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વડોદરાએ છેલ્લા દશ વર્ષમાં જે વિકાસ કર્યો છે.એનો ખુદ વિરોધીઓએ પણ સ્વીકાર કરવો પડે એમ છે. રાજ્યના શહેરી ગૃહ નિર્માણ ખાતાના મંત્રી પદે રહીને વડોદરા સહિતના તમામ શહેરોને વિકાસ માટે અઢળક ફંડ આપ્યું છે.જેને લઈને શહેરોનો વિકાસ આંખે ઉડીને વળગે એવો થવા પામ્યો છે.કોંગ્રેસીઓ પણ અંદરખાને આ વાતને સ્વીકારે છે.એમ જણાવી આગામી ચૂંટણીઓમાં રડ્યા ખડ્યા કોંગ્રેસીઓને ઘર ભેગા કરીને કોંગ્રેસનો જડમૂળથી સફાયો કરવાનું તેઓએ આહવાન કાર્યકરો અને મતદારોને આપ્યું હતું.