વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને કમિશ્નર તથા જિલ્લા કલેક્ટર અને ભાજપનું તંત્ર જ્યાં ગીરવે મુકાયેલું મનાય છે તથા આ બધાને ખિસ્સામાં લઈને ફરતા હોવાનું વારંવાર સાબિત પણ કરી ચુકેલા બાલાજી ગ્રુપના આશિષ શાહનો ઘમંડ તેમજ દાદાગીરી ગઈકાલે જ ઓડનગરની કાંસ પર ઉભી કરેલી ગેરકાયદેસર દીવાલ સાથે જ ધ્વસ્ત થઇ ગઈ એટલું જ નહીં જનતાના આક્રોશ સામે અંતે નાછુટકે ઝૂકેલા શાસકો અને અત્યાર સુધી બાલાજી ગ્રુપની તમામ ગેરરીતીઓ સામે માત્ર દેખાવ પુરતો વિરોધ કરી શંકાસ્પદ ભૂમિકા ભજવનાર વિપક્ષ સહિતના તમામ કૌભાંડીઓએ થુંકેલુ ચાટવાનો વારો આવ્યો હતો. દરમ્યાન પ્રજાનો રોષ પારખી ગયેલાં સત્તાધિશોએ એ ગ્રુપ પાસેથી અત્યાર સુધી પેટભરીને ખાધેલું બધું ઓકી નાંખવું પડ્‌યું અને ૭૦ જેટલી સોસાયટીઓની પ્રજાના રોષને ખાળવાને માટે બાલાજી ગ્રુપના સર્વેસર્વા આશિષ શાહને પીઠ બતાવતા આખરે આજે આશિષ શાહે પાલિકાને કાંસની જગ્યા કાયમને માટે ખુલ્લી રાખવાની અને એના પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવશે નહિ એવા પ્રકારની બાંહેધરી આપવાને માટે મજબુર બનવું પડ્‌યું છે. આજે પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી કાંસની આસપાસમાં આવેલ પ્રમુખ પ્રીત પાર્ક સોસાયટીના અગ્રણીઓ નયનાબેન પટેલ, નરેશ આડેશરા, દિનેશ પંડ્‌યા,ચિરાગ શાહ વગેરે સાથે મેયરની મુલાકાત લીધી હતી.ત્યારે મેયરે તેઓને બિલ્ડરે ખાતરી આપી છે કે કાંસ પર દીવાલ કરાશે નહિ માર્ગ ખુલ્લો રખાશે એવી મૌખિક બાંહેધરી આપ્યાનું જણાવ્યું હતું. આ વિવાદ અંગે લોકસત્તા-જનસત્તાએ રાજકીય અગ્રણીઓને આ મુદ્દે તેમનો કાયમી મત વ્યક્ત કરવા જણાવ્યું હતું. 

પાલિકાએ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જાઈએ

ઓડ નગરની દિવાલ અંગે સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, પાણી ભરાવાની આ સમસ્યાનો કાયમી ઉકેલ પાલિકાએ લાવવો જાઇએ. આ વર્ષ દિવાલ તોડી આવતા વર્ષે ફરી બાંધે તો વિવાદ થાય એના બદલે ટેકનીકલી નિષ્ણાંતોની સલાહ લેવી જાઇએ. પી.પી.પી ધોરણે બિલ્ડરને જગ્યા પાલિકાએ આપી છે ત્યારે આસપાસની સોસાયટીઓ અગાઉથી જ હતી ત્યારે પાલિકાની ફરજ બને છે કે બંને પક્ષે નુકસાન ના થાય એવો વચલો રસ્તો કાઢવો જાઇએ. જરૂર પડે તો હું મારા મતદારો રહિશો માટે એમની વચ્ચે જઇ ઉભી રહીશ એમ રંજનબેને જણાવ્યું હતું. રંજનબેન ભટ્ટ, સાંસદ

કાંસ ખુલ્લી રખાશે ઃમેયર ડો.જિગીષાબેન શેઠ

વડોદરા મહાનગર પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠે જણાવ્યું હતું કે, બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ રૂબરૂમાં મળ્યા હતા. તેઓએ ઓડનગર પ્રોજેક્ટના વિવાદ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. જેના અંતે તેઓએ ઓડનગરની કાંસ ખુલ્લું રાખવાને માટે મૌખિક બાંહેધરી આપી હતી.તેમજ પાલિકાના કમિશ્નરને લેખિત બાંહેધરી આપવા જણાવ્યું હતું.

કાંસ પર કોઇરીતે દીવાલ બંધાય જ નહિઃ સતીશ પટેલ

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલે જણાવ્યું હતું કે, ઓડનગરના બિલ્ડરે જે રીતે કાંસ પર દીવાલ બનાવી છે.એ રીતે કાંસ પર દીવાલ બનાવી શકાય નહિ.પાણી અવરોધાય નહિ એ જોવું જોઈએ.બાંધકામ તોડવું હોય તો વોર્ડના ઇજનેરે પાલિકાના કમિશ્નરની મંજૂરી લેવી જોઈએ.દબાણ શાખા અને કમિશ્નરની ઉપરવટ જઈને કામગીરી કરે એ ચાલે નહિ.આ સ્થળની હું મુલાકાત લેનાર છું.

વોર્ડ ઓફિસરે અયોગ્ય પ્રક્રિયા કરી છેઃડો.જીવરાજ ચૌહાણ

ડેપ્યુટી મેયર જણાવ્યું હતું કે,ઓડનગરની કાંસ પર દીવાલ કરવાના વિવાદની ફાઈલ મંગાવી છે.રિપોર્ટ માગ્યો છે.વોર્ડ ઓફિસરને પાલિકા કમિશ્નરે ફોન પર જોઈ લેવા કીધું હતું.એના બદલે જેસીબી લઈને પહોંચી ગયા અને દીવાલ તોડી નાખી જે અયોગ્ય પ્રક્રિયા છે. આ તોડવાની કાર્યવાહી દબાણ શાખા કરે છે. કમિશ્નર પાસે ફાઈલ મૂકીને યોગ્ય લેખિત મંજૂરી લઈને કામગીરી કરવી જોઈતી હતી.

હાઇ-વે પરથી શહેરમાં પ્રવેશતા પાણી માટેની સી ચેનલ જલ્દીથી કાર્યરત થઈ જશે

પૂર્વ વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, કાંસ ઉપર દિવાલનો વિવાદ ચાલે છે ત્યારે હું એનાથી એક ડગલું આગળ વિચારીને ગત વર્ષે જ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં એનો †ોત શોધી હાઇ-વે ઉપરથી શહેરમાં પ્રવેશતાં પાણી માટેની સી ચેનલ બની છે તે જલ્દીથી કાર્યરત થશે. એરપોર્ટની પાછળ અને વૈકુંઠ સોસાયટીના નાકેથી વરસાદી પાણીને ડાયવર્ટ કરી એ કાંસમાં પાણીનો જથ્થો જ ઓછો આવે એવા પ્રયત્નોમાં લાગી છું મેં મ્યુ.કમી.જાડે પણ આ દિવાલ અંગે વાત કરી લીગલી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. મનિષાબેન વકીલ, ધારાસભ્ય