ગાંધીનગર-

ગુજરાતમાં હવે કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં આજે માત્ર 17 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરપ 42 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,637 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરના મોરચે પણ લડી રહી છે. આજે કુલ 3,43,187 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 દર્દીઓનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.