ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં બદલાયેલા લક્ષણોની તપાસ માટે રાજ્યના આરોગ્ય વિભાગે બે ટીમ બનાવી છે, ખાસ કરીને કોરોનાના લક્ષણોમાં ફેરફાર થયા બાદ હવે કોરોના ટેસ્ટમાં પણ ફેરફાર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

રાજયના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ મ્યુટેશન માટે કહેવું ઘણું વહેલુ છે. અમેં આ માટે બે ટીમ બનાવી છે અને તેના પરિણામ બાદ જ કહી શકાશે. ગત વર્ષે કોરોના સંક્રમીતને તાવ-શ્ર્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવા જેવા ચિહનો હતા. હવેના સંકેતોમાં વધુ પડતી ઠંડી, ગળામાં દુ:ખાવો જોવા મળે છે અને તેની તિવ્રતા ઓછી હોવાથી સંક્રમીત વ્યક્તિ વધુ ચિંતા કરતો નથી અને તે વાયરસ સાથે ફરે છે જેથી સંક્રમણ વધારે છે.

અમદાવાદની સરકારી હોસ્પિટલના પેથોલોજી વિભાગના ડોક્ટરનું કહેવું છે કે, હાલના દર્દીઓના કોરોના ટેસ્ટમાં ‘એસ’ જીન જોવા મળતો નથી. તેઓ કહે છે કે જે કીટનો કોરોના ટેસ્ટ માટે ઉપયોગ થાય છે તે એસ-એન અને જીન પર આધારીત છે પણ કીટમાં બે-ત્રણ અથવા ચાર જીનની હાજરી દર્શાવે છે. પણ હાલના ટેસ્ટ એસ-જીન પકડાતો નથી. આથી મ્યુટેશન એસ-જીન જ મ્યુટ થયો હોય તેવી શકયતા નકારાતી નથી. જેથી આ નવા વેરીએશનનો ટેસ્ટ કરવા માટે કીટમાં ફેરફાર કરવા જરૂરી છે. મોટાભાગના ટેસ્ટમાં એસ-જીન નેગેટીવ આવ્યા છે જે આ જીન મ્યુટ થયો હોય તેવી શકયતા છે.

ગુજરાતના આરોગ્ય અધિકારીઓ કહે છે કે આ મ્યુટેશન માટે કહેવું ઘણું વહેલુ છે. અમોએ આ માટે બે ટીમ બનાવી છે અને તેના પરિણામ બાદ જ કહી શકાશે. ગત વર્ષે કોરોના સંક્રમીતને તાવ-શ્ર્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવા જેવા ચિહનો હતા. હવેના સંકેતોમાં વધુ પડતી ઠંડી, ગળામાં દુ:ખાવો જોવા મળે છે.