ગાંધીનગર-

રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગ, નેશનલ હાઇવે અને અન્ય માર્ગો બંધ કરવા પડે છે અથવા તો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે. પણ ઇમરજન્સી સેન્ટર પરથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 5 ઓગસ્ટના 2 વાગ્યા સુધીમાં તમામ રસ્તાઓ કાર્યરત છે એક પણ રસ્તા બંધ થયાં નથી અને બંધ કરવામાં પણ આવ્યાં નથી. રાજ્યમાં ચોમાસાની સીઝન કાર્યરત છે પરંતુ રાજ્યમાં 24 કલાક માટે એક પણ ઇંચ વરસાદ નોંધાયો ન.થી રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી માહિતી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ફક્ત પાંચ જ જિલ્લાઓમાં ગણતરીના એક અથવા તો 2 MM વરસાદની નોંધણી થઈ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં એક ઈચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો ડાંગ વલસાડ નવસારી જિલ્લામાં જ ગણતરીના 1 અથવા 2 MM વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થયે એક માસ પૂર્ણ થઈ ગયો છે પણ વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. આજે રાજ્યના હવામાન વિભાગ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ આવનારા 5 દિવસ સુધી વરસાદ નહીં આવે. જ્યારે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.