ગાંધીનગર-

રાજ્યમાં સિઝનનો પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આથી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 જુલાઈ મંગળવારેના રોજ નિર્ણય કર્યો હતો કે, 7 જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવશે, જે બાબતે આજે સોમવારે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવા આવી રહી છે, જેથી દૈનિક 6.50 થી 7 કરોડ વીજ યુનિટનો ઉપયોગ ખેતીવાડી ક્ષેત્રે થશે. પટેલ વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટના રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને 103 મિલિયન યુનિટ વીજળી આપવામાં આવી છે. જે ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં ખેડૂતોને અપાયેલી મહત્તમ દૈનિક વીજળીના 93 મિલિયન યુનિટ કરતાં ૧૦ મિલિયન યુનિટ વધારે છે. રાજ્યના કેબિનેટ મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં બહારથી વીજળીની ખરીદી કરશે આમ 2 કલાક વધુ વીજળી આપવાના કારણે રાજ્યના ખેડૂતોને કુલ 2 કરોડ થી 2.5 કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે, આ પહેલા 7 કરોડ યુનિટનો 8 કલાકની આસપાસ વપરાશ હતો, ત્યારે હવે 10 કલાક વીજળી સમય આપવાથી રાજ્યમાં 9 થી 9.5 કરોડ યુનિટનો વપરાશ થશે.