વડોદરા

એમ એસ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૧૨ પછી વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે તે માટે ઓનલાઇન પોર્ટલની શરુઆત કરતા જ ૪૫૦૦ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.આ સાથે યુનિ.દ્વારા નવા શૈક્ષણિક સત્રથી વેલ્યુ એડેડ ૩૮ અને સર્ટીફીકેટના ૮ નવા કોર્ષ ચાલુ કરવામાં આવશે.જેમાં સાયન્સ ફેકલ્ટીમાં સૌથી વધુ ૧૯ કોર્ષ ચાલુ કરાશે.અને આ કોર્ષ કરવા માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે.

કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકારે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા એમ એસ યુનિવર્સિટી દ્વારા ૫૦ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરીને ઓનલાઇન પોર્ટલ શરુ કર્યું છે.અને આ પોર્ટલ શરુ થતા જ શહેર જીલ્લા અને દેશભરમાંથી ૪૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ માટે અરજી કરી છે.આ સાથે યુનિ.દ્વારા નવા શૈક્ષણિક સત્રથી નવા વેલ્યુએડેટ અને સર્ટીફાઇડ કોર્ષની શરુઆત કરી રહી છે.જેમાં,સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્રોગ્રામ શરુ કરી છે.આ સાથે જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં ત્રણ,ફાર્મસી વિભાગમાં ત્રણ,સાયન્સ ફેકલ્ટીની ફિઝીક્સમાં બે ,કેેમેસ્ટ્રીમાં બે,બોયોકેમેસ્ટ્રીમાં એક,માઇક્રોબાયોલોજીમાં બે ,જીઓલોજીમાં એક,મેથ્સમાં એક ,જીઓગ્રાફીમાં એક,એન્વાયરમેન્ટ વિભાગમાં એક,બીસીએમાંં એક,સીએમબીમાં એક,બોટનીકલ ગાર્ડનમાં ત્રણ, સ્ટેટીસ્ટીકસમાં ત્રણ,મેનેજમેન્ટ સ્ટડીઝમાં ત્રણ,તેવી જ રીતે ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયન્સમાં ૧૬ તેમજ પરફોર્મિંગ આર્ટસના ડાન્સ વિભાગમાં ધ આસ્પેકટ ઓફ અભિનય ઇન ઇન્ડિયન ક્લાસીકલ ડાન્સ ફર્મનો કોર્ષ શરુ કરવા જઇ રહી છે.