નવી દિલ્હી

અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ મૅગેઝિને પોતાના તાજેતરના અંકના કવરપેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કવરપેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર છે. તસવીરની આગળ લખ્યું છે - ‘ભારતના ખેડૂત વિરોધના મોરચા પર.’ નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દેશના અનેક ખેડૂતો દિલ્હીની સરહદો પર છેલ્લા ચાર મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.