નવી દિલ્હી

ભારતમાં પહેલા દિવસે 3 લાખથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ-19ની રસીના ખોરાક આપવામાં આવવાની સાથે આજે (16 જાન્યુઆરી) દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 10.30 વાગે દેશના પહેલા ચરણના કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. સમગ્ર દેશમાં એક સાથે રસીકરણ અભિયાનની શરૂઆત થશે અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ માટે કુલ 3006 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 

રાજસ્થાનમાં જયપુરના સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના ડીન સુધીર ભંડારીને સૌથી પહેલો રસીનો ડોઝ આપવામાં આવશે જ્યારે મધ્યપ્રદેશમાં એક હોસ્પિટલના સુરક્ષા ગાર્ડ અને એક સહાયત સહિત અન્ય લોકોને સૌથી પહેલી રસી લેનારામાં સામેલ થશે. પીએમ મોદીએ કહ્યું કે, દેશ કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ શનિવારે 'નિર્ણાયત ચરણ'માં પ્રવેશ કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું,'16 જાન્યુઆરીએ કોવિડ 19 રસીકરણની શરૂઆત થશે. કાલે સવારે 10 વાગે અભિયાનનો આરંભ થશે.' 

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, આ દુનિયાનો સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ થશે. જેમાં સમગ્ર દેશને સામેલ કરવામાં આવશે અને જન ભાગીદારીના સિદ્ધાંતો પર આની શરુઆત માટે તમામ તૈયારી થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાની તૈયારીની સમીક્ષા કરી અને સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્માણ ભવન પરિસરમાં બનાવવામાં આવેલા વિશેષ કોવિડ 19 નિયંત્રણ કક્ષાનું નિરિક્ષણ કર્યું. 

દેશભરમાં બનાવાયા કુલ 3006 રસીકરણ કેન્દ્રો 

સમગ્ર દેશમાં એક સાથે રસીકરણ અભિયાનની શરૂઆત થશે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ માટે કુલ 3006 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં લગભગ 81 કેન્દ્રો પર કોરોનાની રસી લગાવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકારની 8 હોસ્પિટલોમાં ભારત બાયોટેકની Covaxin લગાવવામાં આવશે, દિલ્હીના RML હોસ્પિટલમાં પણ Covaxin લગાવવમાં આવશે, RMLમાં 12 વાગ્યાથી વડાપ્રધાનના ભાષણ બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. 

1 કરોડ આરોગ્યકર્મીઓને અપાશે રસી 

રસીકરણ અભિયાન અંતર્ગત 1 કરોડ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. સાથે જ 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કરને પણ રસી આપવામાં આવશે. 27 કરોડ 50 વર્ષથી વધુ અથવા 50થી નીચે ગંભીર બીમારીથી પીડિત લોકોને પણ રસી આપવામાં આવશે.

ગુજરાતમાં આ લોકોને અપાશે રસી

અધિકારીઓના જણાવ્યાનુંસાર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના સરકારી હોસ્પિટલોના ચિકિત્સા અધિક્ષકો સહિત અન્ય લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે અને અભિયાન દરમિયાન 16000થી વધારે સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. આસામમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણમંત્રી હિંમત વિશ્વ સરમાએ જણાવ્યું કે 1.9 લાખ સ્વાસ્થ્યકર્મીઓમાંથી 6500ને પહેલા રસી આપવામા આવશે.