વડોદરા, તા. ૨૪

આંનદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમના અગિયારમાં સ્થાપના દિવસે સિનિયર સિટીઝન , નિરાધાર તેમજ માનસિક તાણથી ત્રસ્ત લોકો માટે એક વિશેષ પ્રોજેકટ “સ્વર્ગ – ધ હેવન ઓન અર્થ” લોંચ કરીને તમામ લોકોને મદદરુપ થાય તે માટે રીહેબીલેશન સેન્ટર શરુ કરશે. આ સેન્ટર વડોદરા થી ચાલીસ કિ.મી. દૂર આંકલાવ ખાતે બનાવવામાં આવશે. જેમાં એક સાથે તમામ વર્ગના લોકો રહેશે. તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરશે. આંનદ આશ્રમ દ્વારા આ પ્રોજેકટ સિવાય પણ સમાજને મદદરુપ બની રહે તેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે. તેઓ દ્વારા “આશા એ” પ્રોજેકટની મદદથી દિકરીઓ કોલેજમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટેનું કાર્ય કરવામાં આવે છે. તે સિવાય પણ વિવિધ પ્રોજેકટની મદદથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

આંનદ આશ્રમને અગિયાર વર્ષ પૂર્ણ થતા તેઓ દ્વારા આગામી રવિવાર નારોજ સર સયાજી નગરગૃહ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં જય વસાવડા દ્વારા “સુખની શોધ” વિષય પર લોકો સાથે વાર્તાલાપ કરશે. તે સિવાય આંનદ આશ્રમના સંસ્થાપક કે.એસ. છાબરાના જીવન ચરિત્ર પરના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.