દુબઈ

આઈપીએલનો બીજો હાફ શરૂ થઈ ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ એકવાર ફરી આમને-સામને હશે અને સ્ટીવ સ્મિથની આગેવાની વાળી રાજસ્થાન આ મેચમાં પાછલી હારનો બદલો લેવા ઈચ્છશે. બંન્ને ટીમો નવ ઓક્ટોબરે શારજાહમાં ટકરાઈ હતી, જ્યાં દિલ્હીએ 46 રનથી જીત મેળવી હતી. 

સ્ટોક્સે આ સીઝનમાં વધુ મેચ રમી નથી. હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્ટોક્સનું પ્રદર્શન સામાન્ય રહ્યુ હતું. સ્ટોક્સને ટીમે ઓપનિંગ કરવાની તક આપી પણ તે પાંચ રન બનાવી આઉટ થઈ ગયો હતો. બોલિંગમાં પણ માત્ર એક ઓવર ફેંકી હતી.

સ્ટોક્સ તે સમયે ક્વોરેન્ટાઇનમાંથી આવ્યો અને એક દિવસની પ્રેક્ટિસ બાદ મેદાન પર ઉતરી ગયો હતો. તેથી લવમાં આવતા થોડી વાર લાગશે. તે દિલ્હી સામે પોતાની લય હાસિલ કરી લેશે તો વિરોધી ટીમ માટે ખતરો બની શકે છે.

સ્ટોક્સ ઈનિંગની શરૂઆત કરશે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ રાજસ્થાન માટે તે સારૂ છે કે સ્ટોક્સ મધ્યમક્રમાં બેટિંગ કરી કે નિચલા ક્રમમાં. સંજૂ સેમસનનું સતત ખરાબ પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય છે. શરૂઆતી મેચોમાં દમદાર બેટિંગ કર્યા બાદ તેનું બેટ શાંત છે. જોસ બટલર અને સ્ટીવ સ્મિથ એવા બે બેટ્સમેન છે જે રાજસ્થાનનું ભાગ્ય બદલી શકે છે.પાછલી મેચમાં રાહુલ તેવતિયા અને રિયાન પરાગે હૈદરાબાદના હાથે આવેલી મેચ છીનવી લીધી હતી, જેથી બંન્નેના આત્મવિશ્વાસમાં વધારો થયો હશે, પરંતુ નિરંતરતા બનાવી રાખવી તેવતિયા માટે પડકાર છે અને પરાગ માટે પણ.

બોલિંગમાં જોફ્રા આર્ચરને સ્ટોક્સનો સાથ મળશે તો આ ઈંગ્લિશ જોડી દિલ્હીના મજબૂત બેટિંગ ક્રમને રોકવાની તાકાત રાખે છે. દિલ્હીને આ મેચમાં રિષભ પંતની ખોટ પડી શકે છે જે લગભગ એક સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને એલેક્સ કેરી ઝડપથી રન બનાવી શકે છે પરંતુ પંતનો અંદાજ અલગ છે અને જે રીતે પંત બેટિંગ કરે છે તે ટીમને ખુબ ઉપયોગી છે.