અંબાજી,તા.૨૪  

કોરોનાની મોટી અસર વેપાર, ધંધા ઉપર જોવા મળી રહી છે. અંબાજીના બજારોમાં આવેલી રાખડીઓની દુકાનો ઉપર એકલ દોકલ ગ્રાહકો જ જોવા મળી રહ્યા છે. રાખડીમાં ઘરાકી ન નીકળતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. અંબાજી પંથકમાં મહિલાઓ શાકભાજી લેવા નીકળે ત્યારે જ રાખડીઓ પણ સાથે ખરીદીને જતી હોય છે. ૩ મહિના લોકડાઉન વચ્ચે રાખડીના માલમાં પણ ખેંચના કારણે રાખડીઓ મોંઘી બની છે કોરોના કાળમાં ચાઈનાની રાખડીઓ પણ બજારમાંથી ગાયબ થઇ ગઈ છે તેના બદલે અનેક પ્રકારની દેશી રાખડીઓ બજારોમાં જોવા મળી રહી છે. એક તરફ કોરોનાના પગલે ગ્રાહકો રાખડીની દુકાનો સુધી પહોંચતી નથી અને બીજી તરફ રાખડીઓના સતત ભાવ વધારાને લઈ આ વખતે વેપારીઓ માટે કોરોના કાળ માથાના દુખાવા સમાન બન્યો છે તેમ વેપારી કલ્પેશ અગ્રવાલે જણાવ્યું હતું.