અરવલ્લી,તા.૧૫ 

ગુજરાત સરકાર દ્વારા રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતમાં દરેક જિલ્લામાં ગ્રામ રક્ષક દળ ભરતી કેમ્પ યોજાઈ રહ્યા છે.જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાર દિવસીય જીઆરડીના ભરતી કેમ્પમાં ૫૦૦થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પ્રથમ દિવસથી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક તેમજ મૌખિક પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે . મોડાસા તાલુકામાં ૧૮૯ ઉમેદવારોની ભરતી કેમ્પમાં ઉમેદવારો હાજર રહ્યા હતા. ચાર દિવસ ચાલનારા ભરતી કેમ્પમાં ય્ઇડ્ઢ પી.આઇ.પી.જે.પટેલ દ્વારા શારીરિક તેમજ મૌખિક પરીક્ષા લઇને પસંદગી કરવામાં આવી રહી છે. ગ્રામરક્ષક દળના જવાનોનું મુખ્ય કાર્ય ગામની પ્રાથમિક ધોરણે રક્ષા કરવાની હોય છે. જેમાં ગામની બનતી કુદરતી આફતો સામે લોકોને રક્ષણ આપવું, ગામમાં અનિચ્છિય ઘટનામાં પોલીસને પ્રાથમિક ધોરણે તાત્કાલિક જાણ કરવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચે નહિ ત્યાં સુધી પૂરતો બંદોબસ્ત કરવો અને ચાંપતી નજર રાખવાની હોય છે. ગામની અને દેશને આંતરિક અસામાજિક પરિબળોથી નુકશાન થતું અટકાવવાનું હોય છે.ભરતી પ્રક્રિયામાં કોરોના વાઇરસને લઈને ઉમેદવારોને સરકારની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.