વડોદરા, તા.૨ 

વડોદરાથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલ માર્ગે જાેડવાના મહત્ત્વના પ્રોજેક્ટમાં ડભોઈથી ચાંદોદ વચ્ચે ૧૮.૬૬ કિ.મી.ના ગેજ કન્વર્ઝનની કામગીરી પૂરી થતાં આવતીકાલે અને તા.પમી શનિવારે બપોરે એમ બે દિવસ સ્પીડ માટે ટ્રાયલ રન લેવાશે, જેથી કોઈએ ટ્રેક ક્રોસ નહીં કરવા જણાવાયું છે.

વડોદરા-કેવડિયા રેલ પ્રોજેક્ટ અંતર્ગત ડભોઈથી ચાંદોદ ગેજ પરિવર્તન અને ચાંદોદથી કેવડિયા નવી રેલલાઈન તેમજ કેવડિયા સહિત સ્ટેશનોના ડેવલપમેન્ટ વગેરે માટે રૂા.૬૬૩.૨૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે. ડભોઈથી ચાંદોદ વચ્ચેની જમીન સંપાદનની કામગીરી સાથે રેલલાઈન નાખવાની કામગીરી પણ ઝડપથી કરાઈ રહી હતી.

વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે ૬૧૩૬૨૮ ચો.મી. જમીન સંપાદન કરવામાં આવી છે. ડભોઈ-ચાંદોદ વચ્ચેના ૧૮.૬૬ કિ.મી.ના ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થતાં આવતીકાલે આ રૂટ પર બપોરે ર થી પ દરમિયાન ટ્રાયલ રન લેવામાં આવશે. તેવી જ રીતે શનિવારે પણ ટ્રાયલ રન લેવામાં આવશે. તેથી કોઈએ ટ્રેક ક્રોસ નહીં કરવા રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે.

 ડભોઈથી કેવડિયા વચ્ચે ૩ર કિ.મી. નવો રેલટ્રેક નાખવાની કામગીરી આગામી છ મહિનામાં પૂરી થાય તેમજ કેવડિયા ગ્રીન રેલવે સ્ટેશનની કામગીરી ૩૧મી ડિસેમ્બર સુધી પૂરી કરવાનું લક્ષ્યાંક

રાખવામાં આવ્યું છે.