સીંગવડ ,સીંગવડ તાલુકાના છાપરવડના હોળી ફળિયા ખાતે ગામે મધ્ય રાત્રિ દરમિયાન બે મોટરસાયકલ સામસામે અથડાતા એકનું ઘટના સ્થળેજ કમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજયુ સિંગવડ તાલુકાના છાપરવડ ગામે હોળી ફળિયામાં મધ્ય રાત્રિ દરમિયાન બે મોટર સાયકલ સવારો સામસામે ભટકાતા એક જણાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતુંં. જ્યારે બીજા મોટર સાયકલ વાળા ને ઇજા થતાં તેને લીમખેડા સીએસસીમાં લઈ જવામાં આવતા રસ્તામાં મૃત્યુ થયું હતું. મોટરસાયકલ સવાર લુખાવાડા ગામના નયન પ્રભાત બારીયા ઉંમર ૧૯ તે રાત્રિના સમયે કામ અર્થે જવા નીકળ્યા હોય અને બીજા મોટર સાયકલ સવાર પીપળીયા ગામના સુરેશ અમરસિંહ બારીયા ઉંમર ૩૧ કામ અર્થે નીકળ્યા હતો જ્યારે છાપરવડ હોળી ફળિયામાં રાત્રિના ત્રણ વાગ્યેના અરસામાં મોટરસાયકલ સામસામે અથડાતા અવાજ થતાની સાથે લોકો દોડી આવ્યા હતા જ્યારે ગ્રામ જનો એ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે પરંતુ લુખાવાડા ના વતની નયન પ્રભાત બારીયા ને વધારે વાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તેને પોસ્ટમોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે પીપળીયા ના સુરેશ બારીયા ને લીમખેડા લઈ જતા તેનું પણ મોત નીપજ્યું હતું તેનું પોસ્ટમોર્ટમ લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતુંં. આની જાણ રણધીકપુર પોલીસ સ્ટેશનને કરતા ઘટનાસ્થળે પોલીસવાળા પહોંચી ગયા હતા.