વડોદરા : નંદેસરી જી.આઇ.ડી.સી.માં આવેલી બેઝિક ઇન્ટરનેશનલ કંપનીમાં મોડીરાતે ગેસ ગળતરને કારણે પ્લાન્ટમાં કામ કરતા બે કર્મચારીઓ પ્લાન્ટમાં જ બેભાન થઇને ઢળી પડયા હતા. અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા બંનને મૃત જાહેર કરાયા હતા.આ બનાવને પગલે કર્મચારીઓ તેમજ મૃતકના પરિવારજનોએ કંપનીની બેદરકારીને લઇને હંગામો મચાવ્યો હતો.મળતી માહિતી મુજબ કંપની સંચાલકોએ કંપનીના કર્મચારીઓની સુરક્ષાને લઇને કોઇ વ્યવસ્થા નહી કરવાથી આ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.પોલીસે બંને કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી એ જી રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી

હાથ ધરી હતી.

નંદેસરી જી.આઇ.ડી.સી.માં ફાર્માસ્યુટીકલ અને કેમિકલ બનાવતી બેઝિક ઇન્ટરનેશનલ કંપનીમાં ગતરાત્રીના ૧૪ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.તે વખતે એકિટવ ફાર્મા ઇનગ્રેડીયન્ટસ પ્લાન્ટમાં નંદેસરી ગામમાં રહેતા ૩૮ વર્ષના ભાવેશ શાહ અને આણંદ જીલ્લાના અંબાવ ગામમાં રહેતા ૨૫ વર્ષના અલ્પેશ એમ.પઢિયાર નોકરી કરતા હતા. મોડી રાતે અઢી વાગ્યાના અરસામાં આ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા ગેસની અસર થતા ભાવેશ શાહ તેમજ અલ્પેશ પઢીયાર બેભાન થઇ ગયા હતા.આ દરમ્યાન પ્લાન્ટના નીચેના ભાગે કામ કરતા કર્મચારીઓ પ્લાન્ટમાં જતા ભાવેશ અને અલ્પેશ જમીન પર બેભાન હાલતમાં હતા.જેથી,તેમણે કંપનીના અધિકારીને જાણ કરી હતી.અને ભાવેશ તેમજ અલ્પેશને તાત્કાલિક સારવાર માટે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવની જાણ નંદેસરી પોલીસે થતા ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.અને એ ડી રજીસ્ટર કરીને બંને કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સાથો સાથ ફેકટરી ઇન્સપેકટર દ્વારા પણ કંપનીની મુલાકાત લેવામાં આવી હતી.અને કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા તેમજ સલામતીની સાધનો કે ફાયર સેફ્ટની સાધનો છે કે તેની તપાસ પણ કરી હતી.પોલીસે કંપનીના એડમીન સુપરવાઇઝર નિર્મલ મુખરજીની પુછતાછ કરતા તેને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ઓપન છે.જાે ગેસ લિકેજ થયો હોય તો કામ કરતા અન્ય કર્મચારીઓને પણ ઓછી વત્તી અસર થઇ હોવી જાેઇએ.પરંતુ, આ બંને કર્મચારીઓ સિવાય અન્ય કોઇને કશુ થયુ નથી.જેથી નંંદેસરી પોલીસે કર્મચારીના મોતનું કારણ જાણવા એફએસએલની પણ મદદ લીધી છે. આ બનાવને પગલે મૃત કર્મચારીના પરિવાર દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો.અને કંપનીની બેદરકારીને કારણે જ પરિવારના સભ્યનું મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા.અને વળતરની માંગણી કરતા કંપની દ્વારા બંને કર્મચારીના પરિવારને ૧૫ લાખના ચેક આપવામાં આવ્યા હતા. બેઝિક ઇન્ટરનેશનલ કંપની વર્ષ-૨૦૧૮ માં શરૃ થઇ હતી.ત્યારથી જ ભાવેશ શાહ કેમિસ્ટ અને પ્લાન્ટ ઓપરેટર તરીકે કાયમી કર્મચારી તરીકે કામ કરતા હતા.જ્યારે અલ્પેશ પઢિયાર કોન્ટ્રાક્ટ પર હેલ્પર તરીકે નોકરી કરતો હતો.આ કંપનીમાં અંદાજે પ૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે.અને નાઇટ શિફ્ટમાં રોજ ૧૪ થી ૧૫ કર્મચારીઓ નોકરી પર હોય છે.