વડોદરા,

ગુજરાતમાં કોરોના સંક્રમણનો  વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા સૌથી વધુ સંક્રમિત શહેર છે. વડોદરા આરોગ્ય વિભાગના મેડિકલ બુલેટિન પ્રમાણે નવા 50 કેસ નોંધાયા છે. તો આજે કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

વડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે. તો આજે વધુ ત્રણ લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે. તો કોરોનાથી આજે 53 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1563 લોકો રિકવર થયા છે. જોકે જીલ્લામાં પાદરામાં નવા 6 કેસ સામે આવ્યા છે. વડોદરાના પાદરામાં પણ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આજે નવા 6 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 104ને પર પહોંચી ગઈ છે.