વડોદરા, તા.૯

વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૬ બેઠકોની તા.૧૭મીએ યોજાનારી ચૂંટણી માટે ૩૭ ફોર્મ ભરાયાં હતાં. આજે ફોર્મા પાછા ખેંચવાના દિવસે ર૦ ફોર્મ પરત ખેંચાતાં ખરીદ વેચાણ મંડળી વિભાગની ર અને ખેડૂત વિભાગની ૧૦ બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે વેપારી વિભાગમાં મેન્ડેટનો અસ્વિકાર કરીને વેપારીઓએ અલગ પેનલ બનાવી ચૂંટણી માં ઝંપલાવતા આ વિભાગની ચાર બેઠકો માટે માટે ઉમેદવારો મેદાનમાં છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણી માટે ભાજપાએ મેન્ડેટ આપવાની જાહેરાત બાદ તા.૧૭મીએ યોજાનારી વડોદરા એપીએમસીની ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ૧૨ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. વડોદરા એપીએમસીની ૧૬ બેઠકોમાં ખરીદ વેચાણ મંડળીની ર બેઠકો માટે ૪, ખેડૂત વિભાગની ૧૪ બેઠકો માટે ૨૧ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૧૨ એમ કુલ ૩૭ ફોર્મ ભરાયાં હતાં. આજે ફોર્મ પાછા ખેંચવાના દિવસે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં ૪ પૈકીના ર ફોર્મ પાછા ખેંચાતાં આ વિભાગની ર બેઠકો જ્યારે ખેડૂત વિભાગમાં ર૧ પૈકી ૧૧ ફોર્મ પાછા ખેંચાતાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૧ર ફોર્મ ભરાયાં હતાં, જે પૈકી ૭ ફોર્મ પાછાં ખેંચાયાં હતાં. આમ આ વિભાગમાં પ ઉમેદવારો મેદાનમાં રહેતા તા.૧૭મીએ વેપારી વિભાગની ૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જાેકે,વેપારી વિભાગમા ધી બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસીએશન તથા સયાજીપુરા માર્કેટયાર્ડ શાકભાજી વેલ્ફેર એોસસીએશને વેપારી વિભાગમાં ચાર ઉમેદવારોની સંયુક્ત પેનલ બનાવી છે. વેપારી વિભાગની ચૂંટણીમાં ૧૦૪ મતદારો મતદાન કરશે.

આમ એપીએમસીની ચૂંટણીમાં ભાજપે શૈલેષ પટેલની આગેવાની હેઠળની પેનલના જે ૧૨ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા, તે તમામ બિનહરીફ જાહેર થતાં બરોડા ડેરી, બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેન્ક બાદ જિલ્લાની મહત્ત્વની ગણાતી વધુ એક સહકારી સંસ્થા વડોદરા એપીએમસીમાં પણ ભાજપ ફરી સત્તાના સૂત્રો સંભાળશે.

કૌભાંડ પર પડદો પાડવા મેન્ડેટ ફેલ કરવા ખેલ ખેલાયો ?

એેપીએમસીની ચૂંટણીમાં ખેડૂત સહિત બન્ને વિભાગોની બેઠકો બિનહરીફ થઈ છે.પરંતુ વેપારી વિભાગની ચાર બેઠકો માટે વેપારી વેસ્ફેર એસોસિએશને મેન્ડેટનો અસ્વીકાર કરીને ચાર ઉમેદવારોની પેનલ બનાવી ચૂટણી જંગમાં ઝંપલાવ્યુ છે. ત્યારે કૌભાંડ પર પડદો પાડવા માટે મેન્ડેટને ફેલ કરવાનો ખેલ ખેલાયાની ચર્ચા ભાજપ વર્તુળોમાં શરૂ થઈ છે.

બિનહરીફ થયેલા ઉમેદવારો

સહકારી ખરીદ વેચાણ મંડળી

• યોગેશ પટેલ, શૈલેષ પટેલ

ખેડૂત વિભાગ

• ઈન્દ્રવદન પટેલ

• કલ્પનાબેન પટેલ

• ઘનશ્યામ પટેલ

• ચંદ્રકાન્ત પટેલ

• જિજ્ઞાસાબેન પટેલ

• નરેન્દ્ર પટેલ

• નીતિન પટેલ

• મહેન્દ્ર પટેલ

• મુકુંદ પટેલ

• સંજય પટેલ

વેપારી પેનલમાં બળવા પાછળ કોનો દોરીસંચાર?

વડોદરા એપીએમસીની ચૂંટણી માં વેપારી વિભાગની ચાર બેઠકો પર સમાધાન નહી થતા આ વિભાગની ચૂટણી યોજાશે.ત્યારે વેપારી વિભાગમાં કુલ ૧૨ ફોર્મ ભરાયા હતા જે પૈકી ૭ ફોર્મ પાછા ખેંચાતા હવે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. આમ આ વિભાગમાં ભાજપ દ્વારા પેનલ નહી થઈ શકતા છેલ્લે સુધી મેન્ડેટ આપવામાં આવ્યો ન હતો. ત્યારે હવે વેપારીોની પેનલમાં બળવા પાછળ કોનો દોરી સંચાર છે? તે અંગેની ચર્ચા જિલ્લા ભાજપમાં થઈ રહી છે.