વડોદરા-

વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.


ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે વડોદરા શહેરના અનેક જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાઈ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે આ સાથે વડોદરા શહેરના રાત્રી બજાર પાસે મહાકાય હોડિંગ્સ પણ ધરાશાઈ થયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.