વલસાડ-

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં 3.35 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી સૂર્યનારાયણ અદ્રશ્ય થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાય છે. જેને લઇને રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને આવન-જાવન માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે તારીખ ૨૨ અને ૨૩ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે વહીવટીતંત્ર પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.