વડોદરા, તા.૩

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા તંત્ર દ્વારા ચાલી રહેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત કમાટીબાગમાં બાળકો સાથે એમના વાલીઓને પણ આનંદ કરાવતી જાેય ટ્રેન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની છે.કમાટીબાગમાં આવેલી જાેય ટ્રેનનો રોજબરોજ અનેક મુલાકાતીઓ લાભ લે છે. ખાસ કરીને વાલીઓ પોતાના બાળકો લઇને અહીં આનંદપ્રમોદ માટે આવે છે. ત્યારે, આ વાલીઓ પણ મતદાન કરવા માટે પ્રેરાય એ માટે આ જાેય ટ્રેનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વડોદરાના મતદારો તા. ૫મીના રોજ સવારે ૮થી ૫ વાગ્યા દરમિયાન યોજાનાર ચૂંટણી માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મતદાર જાગૃતિની આ જાેય ટ્રેનને અવસર અભિયાનના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ ઝંડી આપી રવાના કરી હતી.ઉપરાંત યુવા મતદારોને આકર્ષવા માટે શહેરના એક મોલમાં વીઆઇઇઆર સંસ્થાના છાત્રો દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓની ટીમ દ્વારા સાવ જ નૃત્ય કરી ત્યાં શોપિંગ કરવા માટે આવેલા મતદારોને મતદાન કરવા માટે પ્રેર્યા હતા. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં યોજનારી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ. બી. ગોરના નામ સાથે મારો મત, મારો અધિકાર, તા. ૫ના રોજ મતદાન કરવાનું ભૂલશો નહીંના સંદેશાઓ સાથેના એસએમએસ મોકલવામાં આવ્યા છે. આવા ૧૫ લાખ ગ્રાહકોને તબક્કાવાર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.