અમદાવાદ-

અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં બીયુ પરમિશન અને ફાયર એન ઓ સીને લઇ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં આવેલી હોસ્પિટલમાં બીયુ પરમિશન તેમજ ફાયર એન ઓ સીનું ચેકિંગ કરી નોટિસ ફટકારી હતી. જેમાં સુપ્રિમ કોર્ટ સુધી હોસ્પિટલના સંચાલકો અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં સુપ્રિમ કોર્ટે રાહત અરજી ફગાવી દેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરની 42 હોસ્પિટલોને બંધ કરી દેવા જણાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે આ તમામ 42 હોસ્પિટલમી નોંધણીના સી ફોર્મને રદ કરી દીધા છે. દર્દીઓને અગવડ ન પડે અને અન્ય હોસ્પિટલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. આ 7 દિવસમાં તેઓએ સ્વયં હોસ્પિટલ બંધ કરી લેખિતમાં જાણ કરવામાં આવી છે જો હોસ્પિટલ નહિ કાર્યવાહી કરે તો મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ સીલ કરી દેશે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.