બેંગલુરૂ-

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે શુક્રવારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ૩૦ પ્રચારકોના નામનો સમાવેશ થાય છે. જાેકે આ યાદીમાં ય્-૨૩ નેતાઓને સ્થાન મળ્યું નથી. ય્-૨૩ એવા નેતાઓ છે કે જેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના કાર્યોથી નારાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ૧૨ માર્ચના રોજ પોતાના ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ તથા પ્રિયંકા ઉપરાંત ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં સચિન પાયલટ, નવજાેત સિંહ સિદ્ધુ, અભિજીત મુખર્જી (ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિકરા), અને મોહમ્મદ અઝહરુદ્દીન વગેરે સ્ટાર પ્રચારકોનો સમાવેશ થાય છે.

બંગાળમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરનારાઓમાં મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહેલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભપુશ બઘેલ, કમલનાથ, અધીર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, સલમાન ખુર્શીદ, રણદીપ સુરજેવાલા, જીતિન પ્રસાદ, આરપીએન સિંહ, અબ્દુલ મન્નાન, પ્રદીપ ભટ્ટાચાર્ય, દીપા દાસમુંસી, એએચ ખાન ચૌધરી વગેરે સમાવેશ થાય છે.

ગુલાબ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મિલિંદ દેવડા, ભૂપિંદર સિંહ હુડ્ડા, મનીષ તિવારી, વીરપ્પા મોઈલી. પીજી કુરિયન, સંદીપ દીક્ષિત વગેરે નેતાઓને સ્થાન મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેરી કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે ૧૩ ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.