હુબેઇ-

જેને રામ રાખે તેને કોણ ચાખે....એવું કહેવાય છે કે ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી શકે નહીં. ચાર વર્ષના બાળક સાથે પણ આવું જ બન્યું. બાળક 18 માં માળે તેના ફ્લેટના બારીમાંથી નીચે પડી ગયું, પરંતુ ચમત્કારિક રીતે બચી ગયો.

ચીનના હુબેઇ પ્રાંતના જિયાંગ્યાંગમાં એક ચાર વર્ષનો બાળક તેના ઘરે એકલો હતો. માતાપિતા ઘરની બહાર હતા. તે પલંગ પર ચઠ્યો અને 180 ફુટ નીચે ગયો. આ ઘટના 6 ઓગસ્ટની છે. એક સમાચાર અનુસાર ડોકટરોએ જણાવ્યું હતું કે નીચે ઝાડ પર પડી જવાથી તે બચી ગયો હતો. પરંતુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરંતુ તેની હાલત સ્થિર છે.

ગંભીર રીતે ઘવાયેલો બાળક તેની દાદી સાથે ઘરે રહેતો હતો. કારણ કે તેના માતાપિતા બીજા શહેરમાં નોકરી કરે છે. બાળક એકલા રમતી વખતે બારીમાંથી નીચે પડી ગયું. તેની દાદી ઘરે રેશન લાવવા નીકળી હતી.બાળકના માતાપિતાને ઇમરજન્સી સેવાનો ફોન આવ્યો. બાળકના પિતાએ જણાવ્યું કે મારી માતા આઘાતમાં છે. તે કંઇ પણ કરવામાં અસમર્થ હતી. પરંતુ કેટલાક અજાણ્યા લોકો એમ્બ્યુલન્સ દ્વારા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે તેમને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળક આઈસીયુમાં છે. પરંતુ તેની હાલત સ્થિર છે. બાળકની સારવાર કરનારા ડો ચેન ઇલે કહ્યું કે તે કોઈ ચમત્કારથી ઓછું નથી.બાળક માટે તાત્કાલિક ઇમર્જન્સી પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હતો. બાળકની સર્જરી કરવા માટે 6 જુદા જુદા વિભાગના નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા. શસ્ત્રક્રિયા પછી ત્રણ દિવસ પછી, બાળકની હાલતમાં સુધારો થવા લાગ્યો.