શહેરના ભરચક વિસ્તાર પૈકીનો એક અલકાપુરી આર.સી.દત્ત રોડ જ્યાં પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓના નિવાસસ્થાન હોઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ રોડ પર સતત ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી કરાય છે અને જાે કોઈ નાગરિક ટ્રાફિક નિયમનનો ભંગ કરે તો તેને દંડ કરાય છે. જાેકે આ રોડ પર પોલીસવાનને ગેરકાયદે પાર્ક કરાતા પોલીસ વાહનના ચાલકને દંડ કોણ કરશે ?તેવો રાહદારીઓમાં પ્રશ્ન ઊઠ્યો હતો.