રાજપીપળા, તા.૭ 

શુકવાર નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેકટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે “ બેટી બચાવો- બેટી પઢાવો ” યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૦-૨૧ નાં વર્ષ માટે મંજુર થયેલ એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવાની સાથે કોઠારીએ તેના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.ં અમલીકરણ અધિકારીઓ અને સમિતિના સદસ્યોની ઉપસ્થિતમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ નર્મદા જિલ્લામાં “બેટી બચાવો- બેટી પઢાવો ” અંતર્ગત સ્ત્રી જાતિ જન્મદરમાં વૃદ્ધિની સાથે દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં લોકજાગૃત્તિ માટે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસ મહામારીને લગતા નિયંત્રણો લક્ષમાં લઈને પ્રચારના શક્ય તે તમામ માધ્યમોનાં મહત્તમ ઉપયોગ થકી વ્યાપક પ્રચાર- પ્રસાર સાથે તેનું અસરકારક અમલીકરણ થાય તે જોવાનો તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.