વડોદરા

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને નદીના કોતરના કાંઠા પર રહેતા લોકો તેમજ ગેરેજ સહિત અન્ય દ્વારા ગટરનું ગંદુ પાણી છોડીને નદીને પ્રદૂષિત કરે છે, જેના કારણે નદીમાં બારેમાસ ગંદકી અને દુર્ગંધ સાથે મચ્છરો પેદા કરતું કેન્દ્ર બની ગઈ છે. ત્યારે વડોદરા કોર્પોરેશને નદીકાંઠે રહેતા તેમજ નદીકિનારે ગેરેજ કે અન્ય વ્યવસાય કરતા લોકોને નોટિસો આપવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બીજી બાજુ કોર્પોરેશન દ્વારાજ શહેરના કેટલાક વિસ્તારમાં ડ્રેનેજના પાણી સીધા વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન સામે કોણ કાર્યવાહી કરશે?

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અનેક સ્થળે ગેરકાયદે ડ્રેનેજ સીધું નદીમાં છોડવામાં આવતાં બારે મહિના દુર્ગંધ અને મચ્છરોની સમસ્યાના કારણે આસપાસ રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.કોર્પોરેશન દ્વાર જ શહેરના કેટલાક વિસ્તારમાં ડ્રેનેજના પાણી સીધા વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. આ સંદર્ભે જીપીસીબી દ્વારા નોટીસ પણ અનેક વખત અપાઈ છે.જાેકે હવે કોર્પોરેશન દ્વારા વહીવટી વોર્ડ નંબર-૮માં વિશ્વામિત્રી નદી બહુચરાજી નજીકના નાળામાંથી પસાર થાય છે, ત્યાં કાંઠા પર બ્રિજની ડાબી બાજુ ૩૦૦ અને જમણી બાજુ ૪૦ લોકો રહે છે.