વડોદરા : બે ભાગીદારી બિલ્ડરો વચ્ચેના જઘડામાં પોતાના હાથ કાળા કરનાર ને સમયના પી.સી.બી. પીઆઈ અને હાલ ગોરવાના પી.આઈ. આર.સી. કાનમીયા સામેખ ાતાકીય પગલાં ઉપરાંત ફોજદારી પણ ગુનો નોંધાય એવા સંજાેગોનું નિમાર્ણ થયુ હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાય છે. ત્યારે અગાઉના ડી.સી.બી. પી.આઈ. રાહુલ પટેલ સામે નોંધાયેલ ઈલીગલ કસ્ટડી અને ખંડણીનો ગુનો નોંધાશે કે કેમ એનો આધાર તપાસ અધિકારીના રીપોર્ટ ઉપર રહેશે.

અગાઉના શહેર પોલીસ કમિશ્નરના નામે વગદાર બિલ્ડરને પોલીસ ભવન ખાતે બોલાવી ૯૦ લાખના ચેક લખાવી દેવાના મામલે પી.આઈ. આર.સી.કાનમીયા બેય બાજુથી ભરવાયા છે ત્યારે આ મામલામાં પણ માત્ર ખાતાકીય પગલાં ગેરશીસ્ત ઉપરાંત વગદાર બિલ્ડરને ગેરકાયદેસર ગોંધી રાખવાનો અને બે પોલીસ જવાનોને એમની બિલ્ડરની ઓફીસે મોકલી ચેક બુક મંગાવ્યા બાદ ૯૦ લાખની રકમના ચેકો લખાવી લીધા હોવાથી ઈલીગલી કસ્ટડી અને ખંડણીનો ફોજદારી ગુનો પણ બનતો હોવાનુ સ્પષ્ટ નજરે પડે છે.

વગદાર બિલ્ડરનું નિવેદન તપાસ કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીએ નોંધી લીધુ છે જેમાં સમગ્ર ઘટનાને સમર્થન અપાયુ છે. ત્યારે ચેકો લખાવી લીધા બાદ ભ્રષ્ટ્‌ાચાર કરી બિલ્ડરને પરત કરી દેવાયા હોવાની અન્ય ભાગીદારની ફરિયાદને પણ ફરિયાદી મજબુત રીતે વળગી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં તપાસનો ફાયનલ રીપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશ્નરને સોંપી દેવાશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડી.સી.બી. પી.આઈ. રાહુલ પટેલે પણ બિલ્ડર અને જમીન માલીક વચ્ચેના ઝઘડામાં ચેકો લખાવી દીધા હતા એની ફરીયાદ થતા તપાસમાં હકીકત બહાર આવતાં રાહુલ પટેલ સામે ગુનો નોંધાયા હતો અને લાંબા સમય ફરાર રહ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયેલા પીઆઈ એ લાંબો સમય જેલમાં રહ્યા હતા અને સસ્પેન્ડ પણ થયા હતા. આમ રાહુલ પટેલ અને આર.સી.કાનમીયાનો મામલો સરખો હોવા ઉપરાંત સંગીન પણ છે. ત્યારે ફોજદારી ગુનો દાખલ થાય એવા સંજાેગો ઉભા થયા છે.

જાે કે બધો મદાર તપાસના અહેવાલ ઉપર છે પરંતુ બન્ને બિલ્ડરોએ ઘટનાને સમર્થન આપતુ નિવેદન આપ્યુ હોવાથી રીપોર્ટ પણ કાનમીયાની વીરુદ્ધમાં જ આવશે એમ મનાઈ રહ્યુ છે. ત્યારે નવ નિયુકત શહેર પોલીસ કમિશ્નર કડક શીસ્તના આગ્રહી અને ભ્રષ્ટાચાર વિરોધી સ્વચ્છ છબી ધરાવતાં હોવાથી કડક પગલાં લેશે એવી પોલીસ બેડામાં ચર્ચાઓ જામી છે.

યોગ્ય ત૫ાસ થાય તો વધુ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે

પોલીસ કમિશ્નરના આદેશથી શરુ થયેલી તપાસ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે તપાસ અધિકારી એ ફરીયાદી પાસેથી કેટલામાં પી.આઈ.કાનમીયા સાથે ડીલ થઈ હતી અને કાનમીયા દ્વારા કરાયેલી આ પ્રવૃતિથી જે તે સમયના પોલીસ કમિશ્નરને જાણકારી હતી કે નહી? એવા સવાલોનાં જવાબ શોધવાનો પ્રયત્ન કરશે તો ચોકાવનારી માહીતી બહાર આવી શકે એમ છે.

ફરિયાદી બિલ્ડરનું મજબૂત નિવેદન

પીઆઈ આર.સી. કાનમીયાએ લખાવી લીધેલા ૯૦ લાખના ચેકના મામલામાં બંને ભાગીદાર બિલ્ડરોના નિવેદનો લેવાઈ ચુકયા છે. ત્યારે આરોપી કહેવાતા પીઆઈ કાનમીયાનુ પણ નિવેદન લેવાશે એવી માહીતી બહાર આવી છે અને આ નિવેદન બાદ વિગતવાર અહેવાલ શહેર પોલીસ કમિશ્નરને સુપ્રત કરવામાં આવશે.ભાગીદારો પૈકી બિલ્ડરો ફરીયાદીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ પણે જણાવ્યુ છેકે વિવાદ બાદ અરજી આપી હતી અને વગદાર બિલ્ડરને બોલાવી ૯૦ લાખના ચેકો પીઆઈએ લખાવી લીધાં હતા. જે પરત કરી દેવાતા ભ્રષ્ટ્‌ાચારની શંકા ઉભી થઈ હતી.